Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૂટબૂટવાળી મોદી સરકારે ખેડૂતોને રામભરોસે છોડી દીધા છે : રાહુલ ગાંધી

- ભાજપ અને વડા પ્રધાન ઉપર કોંગી નેતાના પ્રહાર

- નાંદેડ અને પરભણીમાં રેલીઓને સંબોધી : આમંત્રમ ન મળતાં નારાયણ રાણે ગયા નહીં

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઇ, તા.૮ શુક્રવાર, સપ્ટેમ્બર 2017
સૂટબૂટમાં ચાલતી મોદી સરકારે ખેડૂતોને હવા ઉપર છોજી દીધા છે. મહારાષ્ટ્રના આશરે નવ (૯) હજાર ખેડૂતોએ તેમનું જીવતર ટુંકાવી દીધું છે. આ પરિસ્થિતિ માટે ભાજપની સરકાર જ જવાબદાર છે. એવા શબ્દોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી અને ભાજપ સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મહારાષ્ટ્રની એક દિવસની મુલાકાત દરમિયાન ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેને આમંત્રણ નહી હોવાથી તે રેલીમાં હાજર રહ્યા નહોતા.

નાંદેડ-વાઘાળા મહાનગર પાલિકાની જાહેર તેમજ મુંબઇ, પુણે, નાગપુર, કોલ્હાપુર, મહાપાલિકાની અમુક બેઠકો ઉપર પેટાચૂંટણી યોજવામાં આવી છે. આ ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ હોવા છતાં આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બે રેલીઓ નાંદેડ અને પરભણીમાં યોજવામાં આવી હતી.

આજે સવારે નાંદેડમાં અને સાંજે પરભણીમાં રાહુલ ગાંધીની રેલીઓ થઇ હતી. આ બંને રેલીમાં રાહુલ ગાંધીએ હંમેશા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નોટ બંધી, ખેડૂતોની આત્મહત્યા, ખેડૂતોએ દેવામાફી જીએસટી વગેરે મુદ્દાઓ લઇને જોરદાર ટીકા કરી હતી. તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતૃત્વની પણ ઝાટકણી કાઢી હતી.  રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશના આઝાદી મળવાથી માંડીને કોંગ્રેસ પાટીએ આ દેશને જોડવાનું કામ કર્યું છે.  પંજાબના આતંકવાદના વિરોધમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એજ સંઘર્ષ કર્યો અને એમાં ૧૭ હજાર કાર્યકર્તાઓએ તેમનો ભોગ આપ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલા કાર્યકર્તાઓએ દેશ માટે તેમના જીવનની કુરબાની આપી છે? તેનો જવાબ આપો.

આજે આ દેશના ખેડૂતોનો જીવ બચાવવો તેમજ યુવાનોને રોજગાર આપવો આ બે બાબતોની બહુ જરૃર છે. હાલ  દેશ મોટા સંકટમાંથી પસાર થઇ રહ્યો છે અને સરકારના વિરોધમાં મોટા પ્રમાણમાં અસંતોષ છે, એવું કહીને રાહુલ ગાંધીએ આગામી સમયમાં ચૂંટણીઓ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓએ તૈયાર  રહેવાની અપીલ કરી હતી.
રેલીમાં અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ, શિવરાજ પાટુલ,  ચાદૂરકર, માણિકરાવ ઠાકરે, ડો. પતંગરાવ કદમ હાજર રહ્યા હતાં.

રાહુલ ગાંધીને મુખ્ય પ્રધાન ફડણવીસનો પડકાર
'હું પાંચ હજાર કરોડ રૃપિયા આપું તમે ખેડૂતોની સંપૂર્ણ દેવામાફી કરી બતાવો'
સિંચાઇ માટે ૨૦ હજાર કરોડ આપશું : ગડકરી
(વિશેષ પ્રતિનિધિ)    મુંબઇ, તા.૮
''હું તમને પાંચ હજાર કરોડ રૃપિયા આપું છું ખેડૂતોની સંપૂર્ણ દેવામાફી કરી બતાઓ'' એવો પડકાર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ફેંક્યો હતો.
મોદી સરકારના પ્રધાન મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યા બાદ નીતિન ગડકરીને જળ સંપદા વિભાગ નવેસરપથી સોંપવામાં આવ્યો એની સાથે જ દેશની નદી જોડવાનો પ્રોજેક્ટ પણ ગડકરી પાસે આવ્યો. એટલે આજે નીતિન ગડકરીએ મુંબઇની એક દિવસની મુલાકાત દરમિયાન મુખ્ય પ્ધાનના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' ખઆતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને ચર્ચા વિચારણાની વિગતવાર જાણકારી આપી હતી.

નીતિન ગડકરીએ પત્રકારોને માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાં ૨૬ સિંચાઇ યોજના આવતા ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાના અમલ માટે આશરે ૨૦ હજાર કરોડ રૃપિયા આપવામાં આવશે. ઉપરાંત નદીઓને જોડવાની યોજના પણ આગળ ધપાવવામાં આવશે.

આવતા ત્રણ વર્ષમાં મહારાષઅટ્રની સિંચાઇ સુવિધા અને ગુણવત્તા ૪૦ ટકા ઉપર જશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં આ બધી યોજનાઓ પૂર્ણ થવાના કારણે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ પણ ઓછી થશે. તેના પર અંકુશ આવશે એવો વિશ્વાસ પણ નિતીન ગડકરીએ વ્યક્ત કર્યો હતો.
વળી આવતા ત્રણ મહિનામાં નદી જોડવાના પ્રોજેક્ટનું કામ ઝડપભેર શરૃ થશે એવી જાહેરાત પણ નિતીન ગડકરીએ કરી હતી. બીજી બાજુ આજે રાહુલ ગાંધીને નાંદેડ અને પરભણીમાં મહારાષ્ટ્રના ખેડૂતોના આત્મહત્યાનો અને દેવામાફીનો મુદ્દો ઉપસ્થિત કરીને મોદી- ફડણવીસ સામે આકરા પ્રહારો કર્યા હતા. જો કે દેવેન્દ્ર ફડણવીસે વળતો પડકાર ફેંકતાં રાહુલ ગાંધીને કહ્યું હતું કે હું તમને પાંચ હજાર કરોડ રૃપિયા આપું ચું તમે મહારાષ્ટ્રના ખેડૂતોને સંપૂર્ણપણે દેવામુક્ત કરી બતાવો.

૧૨-૧૩ સપ્ટેમ્બરે ગુજરાત સાથે કરાર કરવામાં આવશે : ગડકરી
નદી જોડવાના પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સાથે ૧૨-૧૩ સપ્ટેમ્બરે કરાર કરવાની જાહેરાત કેન્દ્રી પ્રધાન નિતીન ગડકરીએ કરી હતી.

Post Comments