Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શું પુરૂષો બાળકો પેદા કરે છે? મહિલાઓ એકલી હજ ઉપર ન જઈ શકે- મુસ્લિમ ધર્મગુરૂ

- સરકારની નવી હજ નીતિથી ખફા છે મુસ્લિમ સમાજ

- 45 વર્ષથી વધુ ઉમંરની 4 મહિલાઓ એકલી હજ ઉપર જઈ શકે

મુંબઈ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરુવાર

મુસ્લિમ સમાજ સરકારની નવી હજ નીતિનો વિરોધ કરી રહ્યુ છે કારણ કે તેમાં સ્ત્રી પુરૂષ સમાનતાની વાત છે. નવી હજ નીતિ મુજબ 45 વર્ષથી વધુની ઉમંરની ચાર મહિલાઓ એક સાથે હજયાત્રા કરી શકે છે.

મહારાષ્ટ્રની મુસ્લિમ ધાર્મિક સંસ્થા 'જમિયત ઉલેમા'ના ધર્મગુરુ ગુલઝાર આઝમીએ કહ્યુ હતુ કે, અલ્લાહે જ સ્ત્રી પુરૂષના ભેદ બનાવ્યા છે. નહી તો સ્ત્રીઓ સાડા ચાર મહિના અને પુરૂષ સાડા ચાર મહિના કેમ ગર્ભધારણ નથી કરતા?

આ સાથે તેમણે સરકારની બનાવેલી નવી હજ સમિતિની નિંદા કરતા કહ્યું કે હજ સમિતિએ નક્કી કરેલ નિયમ મુજબ 45 વર્ષથી વધુ ઉંમરની 4 મહિલાઓ પોતાના પતિને લીધા વગર હજ પર જઈ શકે છે. જેના કારણે હજ જવાની બાબતે મુસ્લિમ મહિલાઓ લગ્ન નથી કરતી.     

આ ધર્મગુરુએ દાવો કર્યો છે કે સરકારે મહિલાઓને લઈને કરેલા સૂચિત ફેરફારો પાસ થઈ શકશે નહી, કારણ કે સાઉદી અરેબિયાની સરકાર આવી મહિલાઓને વિઝા આપશે નહીં.   

વધુમાં તેમણે કહ્યું કે સરકાર સ્ત્રી અને પુરુષોને સમાન લાવવાનો પ્રયત્ન કરી રહી છે તો સ્ત્રી અને પુરુષ બન્નેએ બાળકો પેદા કરવાનું શરૂ કરી દેવુ જોઇએ. આ ઉપરાંત તેમનુ કહેવુ છે કે સ્ત્રી અને પુરુષો બન્ને સાડા ચાર મહિનાનો ગર્ભ ધારણ કરે. તેમનું કહેવુ છે કે સરકાર હજ જનાર લોકોને જ કેમ નિશાન બનાવે છે.  
 

Post Comments