Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇમાં મધરાતે કડાકાભડાકા અને સૂસવાટા બોલાવતા પવન સાથે ચાર ઇંચ વરસાદ

- થાણે, નવી મુંબઇ, વિરારમાં વરસાદ

- શોર્ટ સર્કીટ, વૃક્ષ પડવાનો સિલસિલો કાયમ વરસાદથી મુંબઇગરાને ગરમીથી રાહત રહી

(પ્રતિનિધિ દ્વારા)    મુંબઇ, તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
અત્યાર સુધી ચોમાસા દરમિયાન ન વરસેલો એવો વરસાદ મંગળવારની મધરાતબાદ સુંસવાટા ભેર પવન ફૂંકાવાની સાથોસાથ જોરદાર ગાજવીજ સાથે મુંબઇ સહિત થાણે, નવી મુંબઇ અને વિરાર વિસ્તારમાં વરસ્યો હતો. મુંબઇમાં પરોઢિયે સુધી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

એટલું જ નહિ ૨૮ વૃક્ષ ધરાશાયી થયા હતા અને દસ ઠેકાણે શોર્ટ સર્કીટના બનાવ બન્યા હતાં. આ વરસાદ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. પણ પાણીનો નિકાલ તાબડતોબ થઇ ગયો હતો.
જો કે છેલ્લા કેટલાક દિવસથી પોરો ખાધો હતો અને ઓક્ટોબર હીટ જેવી અસહ્ય ગરમીથી મુંબઇગરા પરેશાન હતા. આથી વરસાદ  મુંબઇગરાએ જરાક ઠંડકનો અનુભવ કર્યો હતો.

આગામી ૨૪ કલાક દરમિયાન શહેર તથા પરાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસે એવી આગાહી વેધશાળાએઐ કરી હતી. મંગળવાર રાતના ૮.૩૦ વાગ્યાથી બુધવાર સવારે ૮.૩૦ વાગ્યા સુધી સાંતાક્રુઝ ૧૦૩.૨ મિ.મિ. (ચાર ઇંચ) અને કોલાબા ૫૮.૬ મિ.મિ. (સવા બે ઇંચ) વરસાદ વરસ્યો હોવાનું કોલાબા વેધશાળાએ નોંધ્યું હતું.

પૂર્વ ઉપનગરના વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસતાં લોકો ભયભીત પણ બની ગયા હતા. એવું જાણવા મળ્યું હતું.
શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં જેવા કે ઘાટકોપર, કિંગ સર્કલ, અંધેરી સબવે, મુલુંડ, બોરીવલી દહિસર સહિત વિવિધ ઠેકાણે પાણી ભરાયા હતા, એમ કંટ્રોલ રૃમે જણાવ્યું હતું.

શહેરમાં ૨૮ ઠેકાણે વૃક્ષો મૂળથી ઉખડીને ધરાશાયી થયા હતા. અને દસ ઠેકાણે શોર્ટ સર્કીટના બનાવ બન્યા હતા. શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પણ નવા પાણીની આવક સારી થઇ હતી. સાતેય જળાશયો મળીને કુલ મળીને ૧૪,૧૭,૧૪૩ મિલિયન લીટ પાણી જમા થયું છે.

Post Comments