Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભૈય્યુજી મહારાજના અંતિમ સંસ્કાર ઇન્દોરમાં કરાયા

- મહારાષ્ટ્રથી પંકજા મૂંડે, એકનાથ શિંદે સહિતના નેતાઓએ આપી અંતિમ વિદાય

- ભય્યૂજી મહારાજની આત્મહત્યા પ્રકરણે સીબીઆઇ તપાસની કોંગ્રેસની માગણી

(વિશેષ પ્રતિનિધિ)    મુંબઇ, તા.૧૩ જૂન 2018, બુધવાર

આધ્યાત્મિક ગુરુ ડો. ઉદયસિંહ દેશમુખ ઉર્ફે ભૈય્યુજી મહારાજના અંત્યૌષ્ટિ માટે આજે ઇંદોર ખાતે લાખો લોકોની ભીડ ઉમટી પડી હતી. શોકમગ્ન લોકોના ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડતા ભક્તોના ધીર ગંભીર માહોલ વચ્ચે આજે બપોરે ૨.૩૦ વાગ્યે ઇંદોરના મુક્તિધામ સ્મશાન ભૂમિમાં સદગત ભૈય્યુ મહારાજ ઉપર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ભૈય્યુજી મહારાજની કન્યા કુડુએ  મુખ્યાગ્નિ આપ્યો હતો. મહારાષ્ટ્રના શિવસેના નેતા તેમજ જાહેર બાંધકામ પ્રધાન એકનાથ શિંદે, ગ્રામવિકાસ પ્રધાન  પંકજા મુંડે, જળસંપદા પ્રધાન ગિરીશ મહાજન, માજી પ્રધાન અને કોંગ્રેસ નેતા હર્ષવર્ધન પાટિલ સાથે ઘણા મહાનુભાવોએ આ અંત્યેષ્ટિમાં હાજરી આપી હતી.

ડો. ઉદયસિંહ દેશમુખ ઉર્ફે ભૈય્યુજી  ઉર્ફે ભૈય્યુજી મહારાજે ગઇકાલે બપોરે પોતાના નિવાસ સ્થાને રિવૉલ્વરમાંથી ગોળી મારીને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું. આધ્યાત્મિક ગુરુના આત્મહત્યાથી સમગ્રદેશમાં આંચકો લાગ્યો હતો.

આજે સવારે ઇંદોરના સૂર્યોદય આશ્રમમાં ભૈય્યુજી  મહારાજનું પાર્થિવ દર્શન માટે મુકવામાં આવ્યું હતું. હજારો લોકોએ દર્શન લીધા બાદ એક ટ્રક ફુલોથી શણગારવામાં આવ્યો હતો અને શણગારેલા ટ્રક ઉપર ભૈય્યુજી મહારાજનું પાર્થિવ મુકવામાં આવ્યું.

શહેરના મુખ્ય રસ્તાએ ઉપરથી શરૃ થયેલી અંતિમ યાત્રા મુક્તિધામ પહોંચી. મુક્તિધામમાં શોકસભાનું પણ આયોજન કરવામાં આવ્યું. જેવા અનેક મહાનુભાવોએ શદ્ધાજલી અર્પણ કરી. પંકજા મુંડે, એકનાથ શિંદે, ગિરીશ મહાજન, હર્ષવર્ધન પાટિલ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ આ સમયે શોકસંવેદના વ્યક્ત કરવા અને અંજલી આપવા હાજર રહ્યા હતાં.


ભય્યૂજી મહારાજની આત્મહત્યા પ્રકરણે સીબીઆઇ તપાસની કોંગ્રેસની માગણી
આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાંથી નિવૃત્તિની
થોડા મહિના પહેલાં જ જાહેરાત કરી હતી

મુંબઇ તા.૧૩
રાજકારણીઓના આધ્યાત્મીક ગુરુ તરીકે જાણીતા ભય્યૂજી મહારાજની કથિત આત્મહત્યાના મામલે સીબીઆઇ મારફત તપાસની કોંગ્રેસે માગણી કરી હતી.

કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર દ્વારા ભય્યૂજી મહારાજનું સમર્થન મેળવવા માટે દબાણ લાવવામાં આવતું હતું. આ કારણસર તેઓ સતત ટેન્શનમાં  રહેતા હતા. એટલે આ આત્મહત્યા પ્રકરણની  સીબીઆઇ આરફત તપાસ થવી જોઇએ.
ઇન્દોરમાં રહેતા ભય્યૂજી મહારાજ ઉર્ફે ઉદયસિંહ  દેશમુખે ગઇકાલે પોતાની રિવોલ્વરમાંથી  લમણામાં ગોળી મારી આત્મહત્યા કરી હતી.

બીજી તરફ કૌટુંબિક કલેશ અને હતાશાને કારણે તેમણે  આ અંતિમ પગલું લીધું હોવાનું કહેવાય છે. થોડા મહિના પહેલાં જ તેમણે આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. જે સ્યુઇસાઇડ નોટ મળી એમાં પણ લખ્યું હતું કે કોઇ હવે કુટુંબની જવાબદારી સંભાળો, હું હવે જાઉં છું. મારી આત્મહત્યા માટે કોઇ જ  જવાબદાર નથી.

 

મિલકતનો વહિવટ કોઈ પરિવારજનને ન સોંપ્યો
ભૈયુજી મહારાજે આશ્રમ અને સંપત્તિનો વહિવટ 'વિનાયક' નામના સેવકને સોંપ્યો
ભૈયુજીએ આત્મહત્યા કરી હોવાના પૂરતા પુરાવા, કૌટુંબિક ક્લેશ પણ હોઈ શકે : પોલીસ

ઇન્દોર, તા. ૧૩
આધ્યાત્મિક ગુરુજી ભૈયુજી મહારાજે પોતે જ ગોળી છોડીને આત્મહત્યા કરી હોવાના પુરાવા હોવાનું જણાવી મધ્યપ્રદેશ પોલીસે ઉમેર્યું હતું કે, આત્મહત્યા પાછળ કૌટુંબિક કારણ હોઈ શકે. દરમિયાન કેટલાક લોકોએ આ ઘટનાની સીબીઆઇ તપાસ પણ માંગી છે.

૫૦ વર્ષીય આધ્યાત્મિક ગુરુએ પોતાના ઘરમાં જ માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી હતી. પોલીસ જણાવ્યું હતું કે, ભૈયુજી મહારાજે આત્મહત્યાના સબળ પુરાવા છે અને તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આત્મહત્યાનું કારણ કૌટુંબિક ક્લેશ પણ હોઈ શકે પરંતુ તે અંગે કોઈ ઉતાવળે નિર્ણય લઈ શકાય નહીં.

દરમિયાન મહારાજના કેટલાક અનુયાયીએ આ ઘટનામાં સીબીઆઇની માગ કરી હતી. કોંગ્રેસે પણ સીબીઆઇની માંગ કરી હતી. આત્મહત્યામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલનું લાયસન્સ કોના નામે છે તેની પણ તપાસ ચાલુ છે તેમ પોલીસે જણાવ્યું હતું.

ભૈય્યુજી મહારાજે લખેલી સ્યુસાઇડ નોટમાં તેમના પરિવાર અને આર્થિક વ્યવહારોની સંભાળ વિનાયક નામના અનુયાયીને સોંપવા જણાવ્યું હતું. વિનાયક તેમનો છેલ્લા ૧૫ વર્ષથી વિશ્વાસુ સાથી હતો. સ્યુસાઇડ નોટના હસ્તાક્ષરોની પણ તપાસ કરાઈ હતી અને તે ભૈય્યુજી મહારાજના જ હોવાનું સાબિત થયું હતું.

 

Post Comments