Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પુણેમાં બે જૂથ વચ્ચેના વિવાદને લીધે ૧૫ વાહનની તોડફોડ કરાઇ

- ટોળકીએ કરેલા હુમલામાં બે જણા જખમી

મુંબઈ, તા. ૧૬ મે 2018, બુધવાર

પુણેમાં પિંપરી-ચિંચવડ પરિસરમાં વાહનોની તોડફોડનું સત્ર શરૃ જ છે. પિંપરીમાં બે જૂથ વચ્ચે પૂર્વ વૈમન્સ્યને લીધે વિવાદ થતા ૧૫ વાહનની તોડફોડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે એક શંકાસ્પદ આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.

પુણેના ભોસરી સ્થિત બાલાજી નગર અને પિંપરીના વિઠ્ઠલનગરના બે જૂથ વચ્ચે દોઢ મહિના અગાઉ ઝઘડો થયો હતો. તે સમયે વિઠ્ઠલ નગરના યુવકોએ બાલાજી નગરમાં જઇને  અમૂક જણની મારપીટ કરી હતી. આનો બદલો લેવા થોડા દિવસથી બાલાજી નગરના યુવકો વિઠ્ઠલ નગરમાં બાઇક પર ફરતા હતા. પણ મારપીટ કરનારી વ્યક્તિ મળતી નહોતી. આથી રાતે દસેક જણના ટોળાએ ૧૫ વાહનની તોડફોડ કરી અમૂક યુવક પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન ગણેશ અને સંભાજી જખમી થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાહતા. પોલીસે કેસ નોંધી એક જણને તાબામાં લીધો હતો.

Post Comments