Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કપડાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે અજમાવો આ ટિપ્સ

- ડિઝાઇનર વેરનું સાવચેતી પૂર્વક ધ્યાન રાખતા તેની રોનક બરકરાર રહેશે

નવી દિલ્હી, તા. 17 જૂન 2017, શનિવાર 
 
કપડા વ્યક્તિના વ્યક્તિત્વને નિખારવામાં મહત્વની ભૂમિકા અદા કરે છે, એટલા માટે કપડાને લાંબા સમય સુધી સંભાળીને રાખવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. જેમ કે, ઊનના કપડાને ડ્રાય ક્લીન કરાવવું, સફેદ કપડાઓને અલગથી ધોવા વગેરે જેવી સાવચેતી રાખવી જરૂરી છે. 
 
ડિઝાઇનર્સ અનુસાર કપડાઓની સાવચેતી રાખવા માટે કેટલીક ટિપ્સ છે જેનાથી તમારા કપડા લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય. 
 
1. કપડાના કબાટમાં દરેક ભાગમાં રૂટિન અનુસાર ઉપયોગમાં લેવાતા કપડા રાખો, જેમ કે રોજ પહેરવામાં આવતા કપડા અલગ ભાગમાં રાખો, સ્પોર્ટ્સવેર, સાંજે પહેરવામાં આવતા કપડા અથવા પાર્ટીમાં પહેરવાના અને રાત્રે સૂતી વખતે પહેરાતા કપડા અલગ ભાગમાં રાખો. 
 
2. કપડાઓને લાંબા સમય સુધી સારી અવસ્થામાં રાખવા માટે તેને ફેબ્રિક અનુસાર વૉશ કરો. ઊનના અને સિલ્કના કપડાને માત્ર ડ્રાય ક્લિન કરાવો અને તેને યોગ્ય તાપમાન પર ઇસ્ત્રી કરો. 
 
3. કોટન અને લિનનના કપડાને હાથથી વૉશ કરીને છાંયડામાં સુકવવા જોઇએ. ગૂંથણ કરેલા કપડાઓને વ્યવસ્થિત સુકવવા જોઇએ. આ કપડાને લટકાવી રાખવાથી નેકલાઇન પાસેનો તેનો શેપ બગડી શકે છે. 
 
4. સફેદ કપડાંને હંમેશા અન્ય રંગના કપડાથી અલગ ધોવા જોઇએ, કારણ કે તેના પર બીજા રંગના કપડાનો રંગ ચઢવાની શકયતાઓ રહે છે. 
 
5. સારા ફેબ્રિકવાળા કપડા ખરીદો, જેનાથી તે લાંબો સમય ટકી શકે. ફેશનની ચમક-ધમકમાં કોઇ પણ કપડા ન ખરીદ્યી લો, કારણ કે તેવા કપડાં લાંબો સમય સુધી પહેરવા લાયક રહેતા નથી. 
 
6. સાડી હોય કે દુપટ્ટા કે પછી બ્લાઉઝ હોય, આ તમામ કપડાઓને સફેદ સુતરાઉ કવરમાં સંભાળીને રાખવા જોઇએ. 

Post Comments