Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડા જિલ્લામાં અપમૃત્યુની ત્રણ ઘટનાઓમાં ત્રણ વ્યકિતનાં મોત

- રૃપપુરામાં બાળકનું સાપ કરડતા, ઉત્તરસંડામાં પ્રવાહી પીતા મહિલાનું,આંત્રોલીમાં કરંટથી એકનું મોત

નડિયાદ, તા.૧૨ ગુરુવાર ઓક્ટોબર 2017

ખેડા જીલ્લાના મહુધા,નડિયાદ  અને માતર પંથકમાં ત્રણ અપમૃત્યુના બનાવો બન્યા હતા. જેમાં ત્રણના મોત નિપજ્યાં છે.મહુધા પંથકમાં સાપ કરડતા એક આઠ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.

 નડિયાદ પંથકમાં પરીણિતાએ કોઈ જલદ પ્રવાહી ગટગટાવી આપઘાત કર્યો છે. જ્યારે માતર પાસેના એક ગામે કરંટ લાગતા એક શ્રમીક યુવકનું મોત નિપજ્યું છે. આ ત્રણેય બનાવો અંગે હદ ધરાવતા પોલીસ મથકે અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. પહેલા બનાવની વિગતો મુજબ મહુધા તાલુકાના જુહાપુરા તાબેના રૃપપુરા ગામે વિજયભાઈ પરમાર રહે છે. તેઓનો આઠ વર્ષીય દિકરો હિતેશ ગઈકાલે બપોરે પોતાના ઘરની ઓસરીમાં લખોટીઓ રમી રહ્યો હતો. આ દરમ્યાન લખોટી બાજુની કોથળીયોમાં જતી રહેતા હિતેશ તેને કાઢવા ગયો હતો. ત્યારે કોથળીઓ પાછળ સંતાયેલો સાપ હિતેશના હાથે કરડી જતાં તે શરીરે ગંભીર રીતે ઘવાયો હતોે. ત્યારબાદ તેના પરીવારજનોએ તુરંત હિતેશને કઠલાલની ખાનગી હોસ્પિટલમાં  અને ત્યાંંથી નડિયાદ સિવિલમાં લઈ જતાં હતા. આ દરમ્યાન રસ્તામાં હિતેશનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભગવાન સોમાભાઈ પરમારે મહુધા પોલીસને જાણ કરતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

અન્ય એક બનાવ નડિયાદ પંથકમાં બન્યો હતો. તાલુકાના ઉત્તરસંડા ગામે  આવેલ અમરદીપ સોસાયટીમાં રમાકાંતભાઈ ચુનવાણી રહે છે. તેઓની પત્ની રંજનબેન (ઉં.વ.૩૦) ગત્ તા.૧૦મી ઓક્ટોબરના રોજ કોઈ કારણોસર કોઈ  જલદ પ્રવાહી પી લીધું હતું. ત્યારબાદ તેણીની હાલત ગંભીર બનતા રંજનબેનને તુરંત સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. જ્યાં આજ સવારે રંજનબેનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ર્ડાક્ટરની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે.

ત્રીજો બનાવ માતર તાલુકાના આંત્રોલી ગામે બન્યો હતો. મહુધા તાલુકાના  મંગળપુરા ગામે ભરતભાઈ દશરથભાઈ બારૈયા (ઉં.વ.૨૫) રહેતા હતા. તેઓ પોતે છુટક મજૂરી કામ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હતા. આજે સવારે તેઓ મજૂરી કામ અર્થે માતરના આંત્રોલી ગામે આવ્યા હતા. જ્યાં ગામની આંગણવાડી ઉપર ટાઈલ્સ ફીંટીંગનું કામ કરી રહ્યા હતા. આ દરમ્યાન ત્યાં નજીકથી પસાર થઈ રહેલ હાઈ વોલ્ટેજની લાઈનને તેમનો હાથ અડી ગયો હતો. આથી ભરતભાઈને શરીરે કરંટ લાગ્યો હતો. તેથી તેઓને સારવાર અર્થે ખેડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભરતભાઈનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ર્ડાક્ટરની ફરિયાદના આધારે માતર પોલીસે આકસ્મિક મોતના ગુનાની નોંધ કરી છે.

Post Comments