Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરકારી કચેરીઓની આસપાસ ધરણાં સહિતનાં કૃત્યો પર પ્રતિબંધ

- ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવી પ્રવૃતિઓ કરનાર સામે સજાપાત્ર પગલાં લેવાશે

નડિયાદ.તા.૧૩ જૂન 2018, બુધવાર

ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા ઉપવાસ પર બિન પરવાનગી બેસવાની ધટનાઓ વારંવાર બનવા પામે છે.

ખેડા જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી રજૂઆત તરફ ધ્યાન ખેચવા માટે અથવા તો ચોક્કસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાગણમાં ઉપવાસ અને ભુખ હડતાલનુ ઓચિતુ અને મનસ્વી આયોજન કરી આ કચેરીમાં તેમજ જાહેર માર્ગ ઉપર બાધા સર્જે છે.

જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે.આથી ઉપરોક્ત બાબતોને ધ્યાને લઇ જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઇ રહે તે માટે કે.જે રાઠોડ જી.એ.એસ અધિક મેજીસ્ટ્રેટ ખેડા જિલ્લો નડિયાદએ ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૭ થી મળેલ સતાની રૃએ તાત્કાલિક અસરથી અમલમાં આવે તારીખ તા ૧૯ જૂન ૨૦૧૮ સુધી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી નડિયાદ તથા ખેડા નડિયાદની કચેરી અને તાલુકા ખાતે આવેલ તાલુકા મામલતદારની કચેરી,તાલુકા વિકાસ અધિકારીની કચેરી તથા પોલિસ સ્ટેશનના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ બહારની ૨૦૦ મીટરની ત્રિજયામાં હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ,આંમરણાંત ઉપવાસ અને ધરણા ભૂખ હડતાલ પર બેસવા કે ચાર કરતા વધુ માણસોએ એકત્રિત થવા કે સભા સરઘસ જેવા કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવેલ છે.

અપવાદ રૃપે આ હુકમ જે માણસ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય જેઓ ફરજ ઉપર હોય તેમને તથા મરણોતર તેમજ લગ્ન અંગેના સરધસને લાગુ પડશે નહી.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત ગુજરાત પોલીસ અઘિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૫-૩ અને ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ ,સજાને પાત્ર થશે.

Post Comments