Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉમરેઠમાં જ્વેલર્સના ઉઠમણાના કેસમાં આરોપીઓ સામે લુક આઉટ નોટિસ

- સીલ કરાયેલા ઘર અને દુકાનમાં સર્ચ વોરંટની કાર્યવાહી હાથ ધરાઇ

આણંદ,તા.૧૬ મે 2018, બુધવાર

આણંદ જિલ્લામાં ચકચાર મચાવનાર ઉમરેઠ જ્વેલર્સ ઉઠામણા પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. આ ઘટનામાં સૌપ્રથમ ફરિયાદ ૧૯.૨૦ લાખની થઈ હતી જ્યારે આ આંકડો ૧.૭૨ કરોડ થવા પામ્યો છે. આ ઘટનામાં વધુ લેણદારોની સંખ્યા ૨૭ થવા પામી હતી.

આ ઘટનામાં જ્વેલર્સ ચલાવનારના ઘર અને દુકાન બેન્કે સીલ કરી દીધા છે.જ્યારે પોલીસે તેઓના પાસપોર્ટ નંબર મેળવી પાસપોર્ટ કચેરીએ જાણ કરી લુકઆઉટ નોટિસ કાઢી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જ્યારે પોલીસે અર્બેન બેન્ક દ્વારા સીલ કરવામાં આવેલ દુકાન અને મકાનમાં સર્ચ વોરંટ કરવા માટેની તજવીજ હાથધરી છે.

આણંદ જિલ્લામાં ચકચાર મચાવનાર ઉમરેઠના નારાયણ જ્વેલર્સ પ્રકરણમાં એક દિવસ અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી.જેમાં જ્વેલર્સનો ધંધો કરનાર અર્પિત દિપકકુમાર, ગુંજન દિપકકુમાર અને દિપક ગોવિંદભાઈ ગાભાવાળા દ્વારા આસપાસના ગામોમાં રહેતા નાના વેપારીથી લઈ મજુર સુધીના પરીવારજનોને ૧૨ ટકા ફિક્સ રકમ પર વ્યાજ આપવાની લોભામણી લાલચ આપી કરોડોની ફિક્સો કરાવવામાં આવી હતી. આ ફિક્સો પર વ્યાજ આપી પેઢી ખોટમાં જવાનું જણાવી ઉમરેઠ અને આસપાસ રહેતા લોકોની ફિક્સ પરત ન આપી હતી.

આ ઘટનામાં સૌ પ્રથમ પ્રકાશ ડાહ્યાભાઈ પટેલ દ્વારા ફરિયાદ અપાઈ હતી. આ ફરિયાદ બાદ પોલીસે ગઈ કાલે મોડી સાંજ સુધી ૨૩ વ્યક્તિઓને નિવેદનો નોંધ્યા હતા. આ નિવેદનો બાદ ગઈ મોડી રાત્રીના સુમારે બીજા ૪ મળી કુલ ૨૭ વ્યક્તિઓના મળી કુલ ૧.૭૨ કરોડની રકમ આ પેઢી દ્વારા પરત ન આપી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધી હતી. પોલીસે  આ ફરિયાદ બાદ અર્બન બેન્ક દ્વારા સીલ કરાયેલ દુકાન અને તેના ઘરમાં તપાસ કરવા માટે સર્ચ વોરંટની માંગણી કરી હતી.

આ ઘટનામાં પોલીસે અર્પિત અને ગુંજન ગાભાવાળાના પાસપોર્ટ નંબર મેળવી પાસપોર્ટ કચેરીએ જાણ કરી લુકઆઉટ નોટિસ બહાર પાડી હતી. જ્યારે આ ઈસમોને ઝડપી લેવા માટે પોલીસે બે ટીમો બનાવી તપાસનો દોર શરુ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.જ્યારે વધુ પ્રાપ્ત માહિતી મુજબ આ પેઢીમાં કામ કરતા ત્રણ થી ચાર ઈસમોમાં બે જ ઈસમો જુના એટલ કે ચાર વર્ષથી વધુ સમયના બાકી બીજા છ થી આઠ માસથી નોકરી પર હોવાની માહિતી બહાર આવી હતી. પોલીસે હજુ સુધી આ પેઢીના સ્ટાફનું નિવેદન ન લીધું હોવાની માહિતી પ્રાપ્ત બની હતી.

બે ટીમો આરોપીઓને શોધી રહી છે
આણંદ.તા,૧૬
આ ઘટનામાં ઉમરેઠ પોલીસના પીએસઆઈ વનારનો ટેલિફોનીક સંપર્ક કરતા ઉક્ત પેઢીના માલિકો જે પાસપોર્ટ ધરાવતા હતા તેમના નંબર પોલીસે મેળવી લુક આઉટ નોટિસ કઢાવી લીધી હોવાની તથા અર્બન બેન્ક દ્વારા ૫૦ લાખની લોનની સામે તેનું ઘર અને ઓફિસે તાળા લગાવી લીધા હોવાથી સર્ચ વોરંટ મેળવી તેના ઘર અને દુકાનમાં પોલીસ તપાસનો દોર ચલાવશે.
 તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,આ ઘટનામાં પોલીસે હાલ બે ટીમો બનાવી ઉક્ત પેઢીના માલિકોને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Post Comments