Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નડિયાદમાં વૃદ્ધાનું સ્વાઈનફ્લુથી મોત

- ખેડા-આણંદ જિલ્લામાં ૪-૪ પોઝિટિવ કેસ મળ્યા

- સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રોગ પ્રતિકારક ઉકાળો વહેંચવામાં આવી રહ્યો છે

નડિયાદ, આણંદ, તા.૧૨ ઓગસ્ટ શનિવાર 2017
આખા ગુજરાતમાં પંજો જમાવનાર સ્વાઈન ફલુનો ખેડા જિલ્લાંમાં પણ પગપેસારો થયો છે. નડીઆદના સલુણ બજારમાં રહેતી એક વૃધ્ધાનું સ્વાઈનફ્લુના કારણે મોત થયું છે. ઉપરાંત સમગ્ર જીલ્લામાંથી પણ ચાર જેટલા પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ત્યારે તંત્ર સફાળુ જાગ્યુ ંછે અને સ્વાઈન ફ્લુને અટકાવવા જન જાગૃતી અભિયાનને વેગવંતુ બનાવવા એક્શનપ્લાન ઘડયો છે. આણંદ જિલ્લામાં સ્વાઈનફ્લુએ માથુ ઉચકતાં જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. શુક્રવારે સ્વાઈનફ્લુના કારણે કરમસદના એક વૃધ્ધનું કરૃણ મોત નીપજ્યાં બાદ જિલ્લામાં વધુ ચાર સ્વાઈનફ્લુના પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. સ્વાઈનફ્લુના ચાર પોઝીટીવ કેસમાં આણંદમાં ત્રણ અને તારાપુરમાં એક મળી કુલ ચાર નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં સ્વાઈનફ્લુના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૧૯ થવા પામી છે.

છેલ્લા એક મહીનાથી આખા ગુજરાતમાં સ્વાઈન ફ્લુએ કહેર મચાવી છે. અસંખ્ય પોઝિટીવ કેસો સામે આવ્યા છે. તેમજ સ્વાઈન ફ્લુના કારણે ૧૫૦ જેટલા લોકોના મોત નિપજ્યા છે. ત્યારે જીવલેણ સ્વાઈનફ્લુનો પંજો ખેડા જીલ્લા પર પણ પકડ જમાવી રહ્યો છે. ખેડામાં છેલ્લા૧૫ દિવસની અંદર ચાર જેટલા સ્વાઈનફ્લુના પોઝિટીવ કેસ મળી આવ્યા છે. જેમાં નડીઆદના સલુણ બજાર અને મંજીપુરા વિસ્તારના બે કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમજ કપડવંજ અને મહુધાનો એક એક પોઝિટીવ કેસ જોવા મળ્યો છે. આ પૈકી સલુણ બજારના એક ૮૦ વર્ષના વૃધ્ધાનો સ્વાઈન ફ્લુના કારણે મોત થયું છે. જેથી તંત્ર ઉંઘતુ ઝડપાયુ છે.

સ્વાઈન ફ્લુના કેસમાં બીલ્લી પગે વધારો થતાં અને એકનું મોત થયા બાદ તંત્રની ઉંઘ ઉડી છે અને જીલ્લામાં સ્વાઈન ફ્લુથી બચવા શું કરવું જોઈએ તેનાથી લોકો અવગત થાય તે હેતુ માટે જન જાગૃતી અભિયાન શરૃ કરવામાં આવ્યુ છે આ અંગે જીલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમા તેમણે જણાવ્યુ ંહતું કે આખા જિલ્લામાં પત્રિકા અને બેનરા દ્વારા તેમજ આશા વર્કરો અને હેલ્થ વર્કરો દ્વારા ઘરે ઘરે ફરી ગામડાના લોકોને સ્વાઈન ફ્લુ થી બચવાના ઉપાયો અંગે સમજ આપવામાં આવશે.આ અંગે વિસ્તૃત માહિતી આપતા  તેમણે કહ્યુ હતુ કે,ઉધરસ કે છિંક આવે ત્યારે નાક પર રૃમાલ કે કપડુ ઢાંકવું,નાક,આંખ કે મોઢાને અડકતા પહેલા અને પછી હાથ વારંવાર સાબુથી ધોવા,શરદી ખાંસી હોઈ તેવા દર્દીથી એક હાથનીે લંબાઈ જેટલુ દુર રહેવુ,ભીડભાડ વાળી જગ્યાથી દુર રહેવુ,પુરતા પ્રમાણમાં પાણી તેમજ પૌષ્ટીક આહાર લેવો.અને પુરતા પ્રમાણમાં આરામ કરવો.આ સાથે હાથ મિલાવવાનુ ટાળવુ જોઈએ અને દુરથી  નમસ્તે કરવું.જાહેર જગ્યાએ થુંકવુ નહીં.અને ડોકટરની સલાહ વિના દવા ન લેવી જોઈએ.તેમજ તંત્ર દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓની મદદથી રોગ પ્રતિકારક ઉકાળો વહેંચવા માટેનુ આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ, બોરસદ, પેટલાદ, ઉમરેઠ સહિતના વિવિધ સ્થળોએ છેલ્લા કેટલાક સમયથી સ્વાઈનફ્લુએ માથુ ઉચક્યું છે. વરસાદી વિરામ અને ગંદકી વચ્ચે સ્વાઈનફ્લુએ માથુ ઉચકતા જિલ્લામાં ફફડાટની લાગણી વ્યાપી છે. ગત શુક્રવારના રોજ આણંદ પાસેના કરમસદ ખાતે રહેતા એક વૃધ્ધનું સ્વાઈનફ્લુના કારણે મોત નીપજ્યું હોવાનું ઉજાગર થયું હતું. ત્યારબાદ જિલ્લામાં સ્વાઈનફ્લુના વધુ ચાર પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં ચાર જેટલા વ્યક્તિઓ તાવની બિમારીથી પીડાતા હોઈ તેઓની તપાસ અર્થે નમૂના લઈ રીપોર્ટ કઢાવવામાં આવતા તેઓના સ્વાઈનફ્લુના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. શુક્રવારના રોજ ચાર વ્યક્તિના સ્વાઈનફ્લુના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં ત્રણ આણંદના રહેવાસી છે જ્યારે એક કેસ તારાપુર પંથકનો છે. આ ચાર દર્દીઓ પૈકી બે વ્યક્તિઓને હાલ કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે તેમજ અન્ય બે વ્યક્તિને આણંદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૯ સ્વાઈનફ્લુના દર્દીઓ નોંધાયા છે. અગાઉ સ્વાઈનફ્લુના કારણે ખંભાતના બે દર્દીઓના મોત નીપજ્યા હતા જ્યારે શુક્રવારના રોજ કરમસદના એક દર્દીનું સ્વાઈનફ્લુના કારણે મૃત્યુ નીપજ્યું છે. અન્ય દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સ્વાઈનફ્લુના કારણે કોઈ ગભરાવાની જરૃર નથી. જો કોઈ વ્યક્તિને તાવ, શરદી, ઉધરસ હોય તો તેઓએ આ અંગે તુરંત જ ર્ડાક્ટરની તપાસ કરાવવી જોઈએ. ઉપરાંત પોતાના રહેઠાણની આસપાસ સ્વચ્છતા રાખવા અને સ્વાઈનફ્લુ વધુ વકરે નહીં તે માટે વધુ તકેદારી રાખવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી છે.

Post Comments