Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝારખંડથી ગટરના કામકાજ માટે નડિયાદ લવાયેલો કિશોર ગાયબ

- બાળમજૂરી વિરોધી દિને ઉજાગર થયેલી ઘટના પછી મજૂરોને બીજે લઇ જવાયા

નડિયાદ,તા.૧૩ જૂન 2018, બુધવાર

નડિયાદમાં વિશ્વ બાળ મજૂરી દિનની પૂર્વ સંધ્યાએ પ્રકાશિત થયેલી ઘટનામાં કોકડું વધુ ગુચવાયું છે. ૧૭ વર્ષીય કિશોર  હાલ ક્યાં છે તેની નગરપાલિકાનાં હોદ્દેદારોને પણ જાણ નથી. ઝારખંડનાં લેબર કોન્ટ્રાક્ટનાં મજૂરોને રાતોરાત નડિયાદમાંથી બહાર મોકલી દેવામાં આવ્યા હોવાની શંકાઓ નગરજનોમાં સેવાઈ રહી છે.

તાજેતરમાંજ નડિયાદ નગરપાલિકા દ્વારા ચાલી રહેલા ડ્રેનેજ વિભાગનાં કાર્યમાં  કમકમાટી ઉપજાવે તેવી ઘટના પ્રકાશિત થઈ હતી. નડિયાદ પાલિકાથી માંડ ૫૦થી ૧૦૦ મીટરનાં અંતરે બસ સ્ટેન્ડ તરફનાં માર્ગ પર ૧૭ વર્ષીય કિશોર પાસે બળજબરીપૂર્વક ગટર સફાઈનું કામકાજ કરાવવામાં આવી રહ્યું હતુ.

ઝારખંડ મૂળનાં કિશોરે પોતાની વાત પત્રકાર સામે રજૂ કરતાં સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી. ત્યારબાદ કિશોર ક્યાં છે તેની કોઈને જાણ નથી. કિશોર અને તેની સાથેનાં મજૂરોને નડિયાદ ટાઉનહોલ પાસે તંબુ તાણીને રાખવામાં આવ્યાં હતા.

જ્યાંથી રાતોરાત તંબુ હટાવી દેવામાં આવ્યો છે. જેનાં કારણે આ મજૂરો અને કિશોરને નડિયાદ બહાર મોકલી દેવામાં આવ્યાં હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.ત્યારે આ કિશોરને અન્ય જગ્યાએ આ જ રીતે તેની મરજી વિરુધ્ધ ગટરનું કામકાજ કરાવવામાં આવશેે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.

ડ્રેનેજ વિભાગના કોન્ટ્રાક્ટર વળી જુદી જ વાત કરે છે !
નડિયાદ,તા.૧૩
આ અંગે નડિયાદ નગરપાલિકાનાં ડ્રેનેજ વિભાગનાં કોન્ટ્રાક્ટર સંજયભાઈ ગોહીલ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતુ કે, અહીંનાં સ્થાનિક કર્મચારીઓ ગટરમાં ઉતરીને કામકાજ કરવાની ના પાડે છે. અથવા તો તેઓ યોગ્ય કામકાજ નથી કરતાં. જેના કારણે બહારથી મજૂરો લાવવાની ફરજ પડે છે. અને આ તમામ કામગીરી નડિયાદ નગરનાં હિતમાં જ કરવામાં આવે છે.

૧૭ વર્ષીય કિશોર પાસે  બળજબરીપૂર્વક કામ કરાવાતું હોવાની વાતમાં તેમણે કહ્યું હતુ કે, કિશોર અને તેના કાકા વચ્ચેની ઘટના હતી. પરંતુ કિશોરનાં જણાવ્યાં અનુસાર તેની સાથે સાફેદ શેખ નામના વ્યક્તિ દ્વારા મારઝૂડ કરવામાં આવી હતી. જ્યાં કિશોરની અટક અને તેની સાથે મારઝૂડ કરનારની અટકમાં ફેર જણાઈ રહ્યો છે.

Post Comments