Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અકસ્માતમાં ઘાયલ ૯ લોકો સહાયથી વંચિત

- એક સપ્તાહ પૂર્વે રાજસ્થાન સરહદ નજીક કઠલાલ પાસે સર્જાયેલા

- ૧૩ લોકોએ જીવ ગુમાવ્યો હતો : ઈજાગ્રસ્તોને મધ્ય પ્રદેશ સરકારે સહાયનો વાયદો કર્યો હતો

નડિયાદ, તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

ખેડા જીલ્લાના કઠલાલ પાસે એક ગોઝારો અકસ્માત નીવડયો હતો. જેમાં ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે આ ગોઝારા અકસ્માતમાં ૯થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ બનાવ બાદ મધ્યપ્રદેશ સરકારે મૃતક અને ઘાયલ પરીવારને સહાય કરી છે. પરંતુ આ અકસ્માતને એક સપ્તાહ ઉપરનો સમય વિત્યો છતાં પણ ઘાયલ થયેલા ૯ પૈકી સાત જેટલા લોકોને કોઈ સહાય ન મળતા ઉગ્ર રોષ ભભૂક્યો છે.

કઠલાલ નજીકથી પસાર થતો અમદાવાદ-ઇન્દોર હાઈવે ઉપર એક સપ્તાહ અગાઉ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૩ જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ૯થી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ ઘાયલ થયેલા લોકોને તુરંત કઠલાલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ આ અકસ્માતમાં ઈજા પામનાર ૯ પૈકી સાત લોકો કઠલાલની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી એક બાળકીને અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડી છે.

 આ ઘટના બાદ મધ્યપ્રદેશના એમ.પી અને અન્ય રાજકારણીઓ કઠલાલ ખાતે દોડી આવ્યા હતા.  જ્યાં આ રાજકારણી નેતાઓએ પોતાનો રોટલો શેકવા માત્ર સહાયના આશ્વસન આપી પોતાના વતને જતાં રહ્યા હતા. તો બીજી તરફ આ ગોઝારા અકસ્માતને એક સપ્તાહ જેટલો સમય વિત્યો છે. ત્યારે હાલ પણ કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ઘાયલ થયેલા ૯ પૈકી છ વ્યક્તિઓ સારવાર લઈ રહેલા છે.

જ્યારે આ અકસ્માતમાં ભોગ બનેલ ૯ ઈજાગ્રસ્તો પૈકી સાત લોકો આજે પણ સહાયથી વંચીત હોવાથી તેઓના પરીવારજનોમાં ઉગ્ર રોષ  ભભૂક્યો છે.

ઈજાગ્રસ્તો શ્રમીક વર્ગના હોવાથી દવાના ખર્ચમાં પણ ફાફા
નડિયાદ, તા.૧૪
આ અકસ્માતની ઘટનામાં તમામ લોકો શ્રમીક હોવાથી તેઓનું જીવન નીર્વાહની સ્થીતી સોયના અણીએ આવીને અટકી છે. જ્યારે આ બનાવ બાદ ૯ પૈકી છ વ્યક્તિઓને સરકાર કે રાજકારણીઓ દ્વારા કોઈ સહાય ન મળતા તેઓને દવાના ખર્ચ અને અન્ય ખર્ચાઓ માટે આમ તેમ ફાંફા મારવા પડે છે.

Post Comments