Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વના સૌથી વયોવૃધ્ધ ક્રિસ્ટલનું ૧૧૩ વર્ષે ઇઝરાયેલમાં અવસાન

- ૨૦૧૬માં ગીનીસ બુકમાં સ્થાન મળ્યું હતું

- બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી ડેથ કેમ્પમાંથી બચીને ઇઝરાયેલમાં વસ્યા હતા

(પી.ટી.આઈ.) જેરૃસલેમ, તા. ૧૨

ગયા વર્ષે ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વના સૌથી વધુ વયના વ્યકિતનું સ્થાન મેળવનાર ઇઝરાયેલના યીઝરાયેલ ક્રિસ્ટલનું ૧૧૩ વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. યીઝરાયેલ ટ્રીલોકાસ્ટમાંથી બચેલો 'જ્યૂ' હતો. તે ૧૧૪મી જન્મતીથીના એક માસ અગાઉ શુક્રવારે મૃત્યુ પામ્યો હતો તેમ ઇઝરાયેલી મિડીયાએ જણાવ્યું હતું.

યીઝરાયેલ બે સંતાનો, ૯ પૌત્રો અને ૩૨ પ્રપૌત્રોને છોડીને ગયો છે. યીઝરાયેલનો જન્મ હાલના પોલેન્ડના ઝારનાઉ ગામે ઇ.સ. ૧૯૦૩ના સપ્ટેમ્બરની ૧૫ તારીખે થયો હતો. જોગાનુજોગ તેના જન્મ પછી ત્રણ માસ બાદ રાઇટ ભાઈઓએ પ્રથમ વિમાનની ઉડાન ભરી હતી. ૨૦૧૬માં ગીનીસ બુકમાં તેને વિશ્વના સૌથી વયોવૃધ્ધ પુરુષનું સ્થાન મળ્યું હતું.

ઇઝરાયેલમાં બાળકોને ૧૨મા વર્ષે 'બાર મિતઝવા' નામની ધાર્મિક વિધિ કરવામાં આવે છે પરંતુ ૧૨મે વર્ષે તેની માતાનું મૃત્યુ થવાને કારણે તે આ વિધિ કરી શક્યો નહોતો. તેના પિતા રશિયામાં સેનામાં હોવાથી યીઝરાયેલની આ વિધિ બાકી રહી ગઈ હતી. તે તેણે ૨૦૧૬માં ૧૦૦ વર્ષની ઉંમર બાદ કરી હતી.

ક્રિસ્ટલની પૂત્રીએ મિડીયાને જણાવ્યું હતું કે તેના પિતા ધાર્મિક ભાવનાવાળા હતા. ૧૦૦ વર્ષની ઉંમરે પણ તે સવારમાં નિત્ય પૂજા કરતાં હતા. ક્રિસ્ટલ બીજા વિશ્વ યુદ્ધમાં પછી લોર્ડઝ ખાતે રહીને પરિવારની કન્ફેકશનરી ફેકટરીમાં કામ કરતો હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેણે નાઝી ડેથ કેમ્પમાં યાતનાઓ સહન કરી હતી.
 

Post Comments