Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોઇલેટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ આરોગ્ય માટે જોખમી છે

- ટોઇલેટ ફલશ થાય યારે જર્મ્સ ઝડપીથી ફેલાઇને ફોન પર ચોંટે છે

- સેલફોનના ઉપયોગ માટે ટોઇલેટ સૌથી ખરાબ જગ્યા

લંડન, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ઘણાને નેચરકોલ દરમિયાન ટોઇલેટમાં પણ મોબાઇલ ફોનના સ્કિન પર આંગળીના ટેરવા ફેરવવાની ટેવ હોય છે. મોબાઇલ યુઝર્સ ન્યુઝ ફિડ,સોશિયલ મીડિયા સાઇટ્સ તથા ચેટિંગ માટે આને ફૂરસદનો શ્રેષ્ઠ સમય સમજે છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે ટોઇલેટમાં સેલફોનનો ઉપયોગ આરોગ્ય માટે સૌથી ખતરનાક છે. તેનાથી નેચરલ કોલની સ્થિતિમાં પણ અવરોધ પેદા થાય છે.

એટલું જ નહી ટોઇલેટ જયારે ફલશ કરવામાં આવે છે ત્યારે આરોગ્યને નુકસાનકર્તા જીવાણુઓ ઝડપથી ફેલાઇને ફોન પર ચોંટી જાય છે. ટોઇલેટરુમમાંથી બહાર નિકળ્યા પછી હાથ અને શરીરને ધોઇ શકાય છે તેવી રીતે સેલફોનને ધોઇ શકાતો નથી.મોબાઇલને કપડાથી લુછવામાં આવે તો પણ માઇક્રો જર્મ્સ તેના બાહિય પાર્ટસ પર રહી શકે છે.

કયારેક તો આ સેલફોન લઇને યુઝર્સ ટેબલ પર નાસ્તો કરવા બેસી જાય છે જેનાથી આરોગ્ય જોખમાઇ શકે છે. આવો સેલફોન બીજાની સાથે શેર કરવોએ પણ જોખમી હોવાથી ટોઇલેટ જતી વખતે ઉપયોગ નહી કરવો હિતાવહ છે. લંડન મેટ્રોપોલિટન યુનિર્વસિટીના માઇક્રોબાયોલોજિસ્ટ પોલ મેટવેલના જણાવ્યા અનુસાર ટોઇલેટએ સેલફોનના વપરાશ માટેની પણ આ સૌથી ખરાબ જગ્યા છે.

ટોઇલેટ સીટ,હેન્ડલ,ટેપ અને સિન્ક પર ડેન્જરર્સ ડિસિઝને પેદા કરનારા ઇ કોલા સહિતના અનેક પ્રકારના જર્મ રહેલા હોય છે.જેનાથી યુરિન ટ્રેક ઇન્ફેકશન,ડાયેરિયા અને કોન્ટેજીયસ રેસપિરેટરી ઇન્ફેકશન (સીઆરઆઇ) થવાની પણ શકયતા રહે છે. આ ઉપરાંત કેટલાકને બાથરુમમાં મિરર સેલ્ફી લેવાની ટેવ હોય છે.

આ અંગે મેટવેલની સલાહ આપે છે કે ટોઇલેટ કયુબિકની વિઝીટ પહેલા અને પછી હાથ બરાબર સાફ કરીને પછી જ મોબાઇલ હાથમાં લેવો જોઇએ.વિવિધ પ્રકારના કન્ટામિનેશનથી બચી શકાય તે માટે મોબાઇલને હંમેશા પોકેટ કે ખાસ બેગમાં જ રાખવો જોઇએ.

Post Comments