Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકા રૃ. ૬૨૮૭ કરોડમાં છ અપાચે એટેક હેલિકોપ્ટર ભારતને વેચશે

-પેન્ટાગોને અમેરિકન સંસદને આપેલી માહિતી

-અમેરિકાએ ભારતને હેલફાયર અને સ્ટીન્ગર મિસાઇલ વેચવાની પણ મંજૂરી આપી

(પીટીઆઇ)    વોશિંગ્ટન, તા. ૧૩ જુન 2018,બુધવાર

અમેરિકાએ ભારતને ૯૩ કરોડ ડોલર(૬૨૮૭  કરોડ રૃપિયા)માં ૬ એએચ-૬૪ઇ અપાચે એટેક હેલિકોપ્ટર વેચવાની મંજૂરી આપી દીધી છે. સૂત્રોેના જણાવ્યા અનુસાર અમેરિકાએ ભારતને હેલફાયર અને સ્ટીન્ગર મિસાઇલ વેચવાની પણ મંજૂરી આપી છે.


અમેરિકાના સંરક્ષણ મુખ્યમથક પેન્ટાગોને બુધવારે જણાવ્યું હતું કે આનાથી ભારતની આંતરિક અને ક્ષેત્રીય ખતરાઓથી લડવાની ક્ષમતાને વેગ મળશે.


અપાચે હેલિકોપ્ટરની આગળ સેન્સર હોવાથી તે રાતના સમયે પણ ઉડી શકે છે. પેન્ટાગોનની ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સીએ આ સંબધમાં વિદેશ મંત્રાલયના નિર્ણય અંગે અમેરિકન સંસદને માહિતી આપી હતી. જો કોઇ સાંસદ વિરોધ નહીં કરે તો આ વેચાણ પ્રક્રિયા આગળ વધશે.


એટેક હેલિકોપ્ટર ઉપરાંત આ સમજૂતીમાં ફાયર કન્ટ્રોલ રડાર, હેલફાયર લોંગબો મિસાઇલ, સ્ટીંગર બ્લોક આઇ-૯૨એચ મિસાઇલ, નાઇટ વિઝન સેન્સર અને ઇનરટ્રાયલ નેવિગેશન સિસ્ટમ સામેલ છે.  કોંગ્રેસને મોકલેલ પોતાના નોટિફિકેશનમાં પેન્ટાગોને જણાવ્યું છે કે આનાથી આંતરિક અને ક્ષેત્રીય ખતરાઓ સામે લડવાની ભારતની ક્ષમતા વધશે.


પેન્ટાગોને જણાવ્યું હતું કે એએએચ-૬૪ ઇની મદદથી ભારતની સેના વધુ આધુનિક બનશે. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ બિઝનેસ વર્ષ ૨૦૦૮થી શૂન્યથી ૧૫ અબજ ડોલર સુધી વધ્યું છે.

Post Comments