Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેંકોની લોન પરત નહિ કરવામાં માલ્યાનો કોઈ બદઇરાદો સાબિત થતો નથી : બચાવ પક્ષ

- લંડનની કોર્ટમાં પ્રત્યાર્પણ કેસની સુનાવણી

- માલ્યાના બચાવ પક્ષમાં બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોને સાક્ષી તરીકે બોલાવી દસ્તાવેજોનું પૃથક્કરણ કરાવ

(પી.ટી.આઇ.) લંડન, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

લંડનની કોર્ટમાં ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણીમાં આજે માલ્યાના બચાવ પક્ષે બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતોને સાક્ષી તરીકે બોલાવ્યા હતા. આ નિષ્ણાતોએ બેન્ક લોન લેતી વખતે રજૂ કરેલા દસ્તાવેજોનું પૃથક્કરણ કરીને જણાવ્યું હતું કે માલ્યાનો ઇરાદો કૌભાંડ કરવાનો નહોતો.

લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં આજે પૌલ રેક્સ નામના સાક્ષીએ ૯૦૦૦ કરોડનું ફૂલેકું ફેરવનાર માલ્યાને ભારતને સોંપવો જોઈએ કે નહિ તે મુદ્દે નિવેદન આપ્યું હતું. માલ્યાના વકીલ ક્લેર મોન્ટગોમટીએ જણાવ્યું હતું કે, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વસ માલ્યા સામેનો પ્રથમ દ્રષ્ટિનો કેસ સાબિત કરી શક્યું નથી. બેન્ક ક્ષેત્રના નિષ્ણાત રેક્સે માલ્યાનો બદઇરાદો નહોતો તેમ સાબિત કર્યું છે.

સીપીએસનું વલણ એવું હતું કે માલ્યાનો લોન પરત નહીં કરવાનો ઇરાદો નહોતો પરંતુ તેની કિંગફિશર આર્થિક રીતે પડી ભાંગ્યાને પગલે તે લોન ભરી શક્યા નહી તેમ બચાવ પક્ષના વકીલ સાબિત કરવા પ્રયાસ કરે છે. બેંકિંગ નિષ્ણાતોએ ૨૦૧૨ ફેબુ્રઆરીમાં રિઝર્વ બેંકનો રિમાર્ક ઉલ્લેખ કર્યો હતો. જેમાં કિંગફિશરની લોનને સબ સ્ટાન્ડર્ડમાંથી સ્ટાન્ડર્ડ કરવામાં આવી હતી.

બચાવ પક્ષે જણાવ્યું હતું કે, બેન્ક ટોળાશાહી રીતે ચાલે છે વળી તેને સેન્ટ્રલ બેન્ક સાથે મતભેદો હોય છે. એસબીઆઇ ભારતની સૌથી મોટી બેન્ક છે અને તેણે માલ્યાને સકારાત્મક રીતે મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રોસીક્યુટરના વકીલ આ નિષ્ણાતની ઉલટતપાસ લેશે. દરમિયાન ભારતના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમનો કેસ મજબૂત છે. અગાઉ માલ્યાએ પોતાન સામેનો કેસ રાજકીય પૂર્વગ્રહથી કેસ થયાનું જણાવ્યું હતું.

Post Comments