Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇતિહાસનો પાંચમો સૌથી મોટો ડાયમંડ ૪૦ કરોડ ડોલરમાં વેચાયો

- આફ્રિકાની ખાણમાંથી મળેલા ૯૧૦ કેરેટનો હીરો ગોલ્ફના બે બોલ જેવડો

- કંપનીએ ૩૫૭ કેરેટના એક હીરાને ૨૦૧૫માં ૧.૯૩ કરોડમાં વેચ્યો હતો

લંડન, તા.૧૩ માર્ચ 2018, મંગળવાર

ઇતિહાસમાં સૌથી મોટા પાંચમા ડાયમંડ તરીકે ગણાયેલા ૯૨૦ કેરેટનો ડાયમંડ એન્ટવર્પમમાં ૪૦ કરોડ ડોલરમાં વેચાયો હતો. આફ્રિકાની  લેતસેન્ગ ખાણમાંથી મળેલા ૯૧૦ કેરેટના  ડાયમંડની સાઇઝ ગોલ્ફના બે બોલ જેટલી છે તે આ કંપનીને મળ્યો હતો.

ગયા વર્ષે લુકારા ડાયમંડ કોર્પો.ને ૬.૩ કરોડ ડોલરમાં વિક્રમી કિંમતે ૮૧૩ કેરેટનો હીરો વેચ્યો હતો. તો એ જ વખતે ૧૧૦૯ કેરેટના એક હીરાને ૫.૩ કરોડમાં આ જ કંપનીએ વેચ્યો હતો.આ હીરો ઇતિહાસમાં બીજો સૌથી મોટો હતો.

લેતસેન્ગ ખાણ તેના મોટી સાઇઝના હીરા અને હીરાની ગુણવત્તા માટે પ્રખ્યાત છે. વિશ્વમાં સૌથી મોટી કિંમતે તે હીરા વેચે છે.

 જેમ ડાયમંડ નામની કંપનીએ ૩૫૭ કેરેટના એક હીરાને વર્ષ ૨૦૧૫માં ૧.૯૩ કરોડમાં અને  વર્ષ ૨૦૦૬માં તેને ૬૦૩ કેરેટનો ડાયમંડ મળ્યો હતો.અત્યાર સુધી કંપનીએ ૧૦૦ કેરેટ કરતાં વધુ મોટા છ ડાયમંડ શોધ્યા હતા જે તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાય ગણાય છે.

Post Comments