Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગનો મૃત્યુઆંક વધીને ૨૩

- ૨૦૦થી વધુ ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચ્યા

- ૭૩ હેલિકોપ્ટર, ૩૦ એર ટેન્કર, ૮૦૦૦ ફાયરફાઇટરો કાર્યરત

(પીટીઆઇ) સાંતા રોસ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે અને મૃત્યુઆંક વધીને ૨૩ થઇ ગયો છે. આગને અંકુશમાં લેવા ૨૦૦થી વધુ ફાયર એન્જિનો ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઉપરાંત રાહત અને બચાવ કામગીરીમાં ૭૩ હેલિકોપ્ટર, ૩૦ એર ટેન્કર, ૮૦૦૦ ફાયરફાઇટરો તૈનાત કરવામાં આવ્યા છે.

કેલિફોર્નિયાના ફાયર વિભાગના વડા કેન પિમલોટ્ટે પત્રકારોને જણાવ્યું હતું કે આ એક ગંભીર ઘટના છે. મંગળવારે પવનની ઝડપ ઘટવાને કારણે થોડીક રાહત મળી હતી પણ બુધવારે ફરીથી ભારે પવન ફૂંકાતા આગને નિયંત્રણમાં રાખવાનું મુશ્કેલ બન્યું હતું. સોનોમા કાઉન્ટીમાં સૌથી વધુ ૧૩ લોકોનાં મોત થયા છે. જ્યારે મેન્ડોસિનો કાઉન્ટીમાં ૬ લોકાનાં મોત થયા છે.

સોનોમા કાઉન્ટીમાં ૨૫,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ૩૫૦૦થી વધુ મકાનો અને ઇમારતો બળીને ખાક થઇ ગઇ છે. સોનોમા કાઉન્ટીમાં ૬૦૦ લોકો લાપતા થયા હતાં. તે પૈકી ૩૧૫ મળી ગયા છે જ્યારે બાકીના ૨૮૫ લોકો હજુ પણ લાપતા છે.

Post Comments