Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરહદે વિવાદ વચ્ચે ચીને ઓછા વજન વાળી ટેંકોનો સૈન્યમા સમાવેશ કરી તિબેટમાં તૈનાત કરી

- ભારતીય સૈન્યમાં મોટા હથિયારોની અછત વચ્ચે ચીને તાકાત વધારી

- વજન ઓછુ હોવાથી યુદ્ધ સમયે ઝડપી ચાલવાની ક્ષમતા ધરાવતી આ ટેંકો ભારત માટે ખતરો બની શકે છે

બેઇજિંગ, તા. ૧૧ ઓક્ટોબર બુધવાર 2017

સરહદે ભારે તંગદીલી વચ્ચે ચીન પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. એવા અહેવાલો છે કે ચીન હવે ઓછા વજન વાળી યુદ્ધ ટેંકો તૈયાર કરી લીધી છે અને તેને સૈન્યને સોપી દીધી છે. આ ટેંકોને હાલ ચીને તિબેટમાં તૈનાત પણ કરી લીધી છે.

પહેલી વખત ચીને સૈન્યમાં આવી હળવી ટેંકોનો સમાવેશ કર્યો છે. ટેંકોનો વજન ઓછો અને ક્ષમતા વધુ હોવાથી યુદ્ધ સમયે તે ઝડપથી પોતાનું સ્થાન લઇ શકે છે. અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી ખસેડી શકાય તેવી છે. ચીનના સૈન્યમાં આવી રહેલા આ બદલાવો ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

ચીને આ ટેંકને પોતાની હથિયારો બનાવતી કંપની ચાઇના નોર્થ ઇન્ડસ્ટ્રીઝ ગુ્રપ કોર્પોરેશન દ્વારા તૈયાર કરી છે. જમીન પર ચાલતા મોટા હથિયારોને આ કંપની બનાવે છે. ૧૦૫ એમએમ ગન વાળી આ ટેંક શેલ્સ અને ગાઇડેડ મિસાઇલો છોડવામાં સક્ષમ છે. અતી નિમ્ન તાપમાનમાં પણ આ ટેંકો હુમલો કરવા માટે સક્ષણ છે. આ ટેંકનું વજન ૬૫ ટન જેટલુ છે. ૨.૩ મિલિયન સૈનિકોની ક્ષમતા ધરાવતા ચીની સૈન્યએ આ ટેંકનો સમાવેશ કર્યો હોવાની વાત કરી હતી.

Post Comments