Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું આજે વહેલી સવારે નિધન

- આજે વહેલી સવારે 76 વર્ષની વયે લંડનના કેમ્બ્રિજમાં થયુ મૃત્યુ

કેમ્બ્રિજ, તા. 14 માર્ચ 2018, બુધવાર

વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગનું આજે વહેલી સવારે નિધન થઈ ગયું છે. સ્ટીફન હૉકિંગ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. આજે વહેલી સવારે 76 વર્ષની વયે તેમનું લંડનના કેમ્બ્રિજમાં આવેલા તેમના ઘરે નિધન થયું છે.

1974માં બ્લેક હોલ્સ ઉપરના રિસર્ચને કારણે સ્ટીફન હૉકિંગ વૈજ્ઞાનિક દુનિયામાં સફળતાના શિખરે બિરાજ્યા હતા.

સ્ટીફન હૉકિંગ પાસે 12 ડિગ્રીઓ હતી. હૉકિંગના કામને ધ્યાનમાં રાખીને તેમને અમેરિકાના સૌથી ઉચ્ચ નાગરિકનું સન્માન આપવામાં આવ્યુ હતું. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’ ચર્ચાનો વિષય બન્યુ હતું.

1974માં બ્લેક હોલ્સ પર અસાધારણ રિસર્ચ કરનારા સ્ટીફન હૉકિંગ સાયન્સની દુનિયામાં સેલિબ્રિટી માનવામાં આવે છે. સ્ટીફન હૉકિંગના દિમાગ સિવાય તેમના શરીરનું એક પણ અંગ કામ નહોતુ કરતુ. સ્ટીફન હૉકિંગ્સ ધ ગ્રાન્ડ ડિઝાઈન, યૂનિવર્સ ઈન નટશેલ, માઈ બ્રીફ હિસ્ટ્રી, ધ થિયરી ઓફ એવરીથીંગ જેવા અનેક મહત્વના પુસ્તકો લખ્યા છે.

પોતાની સફળતાનું રહસ્ય શેર કરતાં સ્ટીફને એક વાર જણાવ્યુ હતું કે, વૈજ્ઞાનિક બનવામાં તેમની બીમારીનું મોટું યોગદાન છે. બીમારી પહેલા તે અભ્યાસ પર વધારે ધ્યાન નહોતા આપતા પરંતુ બીમારી દરમિયાન તેમને લાગ્યું કે તે લાંબો સમય સુધી જીવી નહીં શકે, માટે તેમણે સંપૂર્ણ ધ્યાન રિસર્ચ પર લગાવી દીધું. મૃત્યુ વિષે તેમણે જણાવ્યુ હતું કે, હું મોતથી ડરતો નથી, મને મરવાની કોઈ ઉતાવળ પણ નથી. પરંતુ તે પહેલા મારે બીજા ઘણાં કામ કરવાના છે.

Post Comments