Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનના બીજા વિમાન વાહક જહાજની દરિયાઇ ટ્રાયલ ફેબુ્રઆરીમાં સંભવ

- બીજા જહાજની ટ્રાયલ પહેલાં જ શાંગહાઇમાં ત્રીજા વિમાન વાહકનું નિર્માણ શરૃ

(પીટીઆઇ) બેજીંગ, તા. 13 જાન્યુઆરી, 2018, શનિવાર

ચીનના સ્વદેશી બનાવટના બીજા વિમાન વાહક જહાજની દરિયાની ટ્રાયલ  ફેબુ્રઆરીમાં થવાની સંભાવના વચ્ચે ચીને  શાંગહાઇમાં ત્રીજા વિમાન વાહક જહાજના નિર્માણની શરૃઆત કરી દીધી હતી. ૨૦૧૨માં સોવિયેત સંઘ દ્વારા નિર્મીત પ્રથમ રિફિટેડ જહાજ લિઓનીંગ  જેને ચીને ખરીદ્યું હતું તેની ટ્રાયલ એપ્રિલ ૨૦૧૭માં કરી હતી.

'ચીનમાં નિર્મીત  પ્રથમ વિમાનવાહક જહાજની ટ્રાયલ કદાચ  સ્પ્રિગિ ફેસ્ટીવલમાં ફેબુ્રઆરીના મધ્ય ભાગમાં કરાશે'એમ બેજીંગસ્થિત નૌકા નિષ્ણાંત લી જિએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે એવું પણ બની શકે કે વધુ અનુભવ મેળવવા અને અભ્યાસ કરવા લિઓનીંગની સાથે ચીનના બીજા વિમાન વાહક જહાજના સ્ટાફને પણ લઇ જવાય.

તાઇવાનના સંરક્ષણ સત્તાવાળાઓએ ગયા સપ્તાહે એક નિવેદનમાં કહ્યું હતું કે તાઇવાન સ્ટ્રેટની જમણી બાજુએથી પસાર થયેલા લિઓનીંગ વિમાનવાહક જહાજ લાંબા અંતરની મુસાફરીએ લઇ જવાય એવી શક્યતા છે.ચીને પોતાના વિમાન વાહક જહાજો પરથી જ  ઉડાડી શકાય એવો નવો જેટ  એ. જે. ૧૬ ફાઇટરો વિમાન બનાવ્યો છે.

લિઓનીંગે ૨૦૧૩,૨૦૧૬ અને ૨૦૧૭માં  ક્રોસ સી તાલીન કવાયત કરી હતી. 'તાઇવાન પાસેથી ગુજરવું વિમાન વાહક અને તેના નવલ ફોર્મેશન  માટે નવું નથી, લીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વખતે લિઓંનિંગ કદાચ મિયાકો  સ્ટ્રેટ પાસેથી ગુજરી તાઇવાનની પ્રદક્ષિણા પુરી કરશે.

ગયા સપ્તાહે ચીનના એક છાપાએ લખ્યું હતું કે ચીને હાઇટેક લોંચ સીસ્ટમ સાથે એના ત્રીજા વિમાનવાહકના નિર્માણની શરૃઆત કરી દીધી હતી. ચીનની પોતાની બનાવટનું ત્રીજુ વિમાનવાહક જહાજ  ગયા વર્ષથી ં શાંગહાઇમાં બનાવવામાં આવી રહ્યું છે.

Post Comments