Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિનું ગઢ બની ગયું છે કરાચી: રિપોર્ટ

- પાક. સેનાની રહેમ નજર હેઠળ પાંગરી રહ્યો છે આતંકવાદ

- આતંકવાદી સામેની પાકિસ્તાનની કાર્યવાહી માત્ર દુનિયા સામે માત્ર દેખાડો

બ્રસેલ્સ, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

આંતકવાદીઓની સામે કાર્યવાહી કરવાની ગુલબાંગોની વચ્ચે આજની તારીખમાં પાકિસ્તાન આતંકવાદની ફેકટ્રી બની ગઈ છે. દુનિયાની નામચીન થિંક ટેન્કસમાં સામેલ ઈન્ટરનેશનલ ક્રાઈસિસ ગ્રુપ (ICG) ની રિપોર્ટમાં પણ આ વાત પર મહોર લાગી ગઈ છે.

બેલ્જિયમના બ્રસેલ્સથી ઓપરેટ થતા આ થિંક ટેન્કે ‘પાકિસ્તાન: સ્કોટિંગ ધ ફાયર ઈન કરાચી’ નામની રિપોર્ટમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિનો અડ્ડો બની ગયો છે અને આ સંગઠનોને સેનાની મદદ મળે છે.

ICG ની રિપોર્ટમાં સમાવવામાં આવેલા કેટલાક મુદ્દા :

- લશ્કર-એ-તૈયબા, મસૂદ અઝહર ના જૈશ-એ-મોહમ્મદ અને શિયા-વિરોધી આતંકવાદી સંગઠન લશ્કર-એ-ઝાંગવીના કરાચીના મદરેસાઓ સાથે ગાઢ સંબંધ છે. આ મદરેસાઓને દેશ અને વિદેશથી મળતા દાનની કો કમી નથી.

- પાકિસ્તાનના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન કરાચીના કુદરતી સંસાધનો પર આધિપત્ય જમાવવાની હોડમાં રહે છે. આ સંગઠનો કેટલાય મદરેસાઓ અને ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીનો તેમના પર કોઈ લગામ નથી.

- પાકિસ્તાનના સૌથી સમૃદ્ધ શહેર કરાચી આતંકવાદી સંગઠનોની વચ્ચે રાજકીય, સાંપ્રદાયિક અને વંશીય સ્પર્ધાના પરિણામે ‘પ્રેશર કુકર’ બનવા જઈ રહ્યું છે. આરોપીઓની સામેના અભિયાનમાં પાકિસ્તાની રેન્જર્સે શહેરની આસપાસ બનેલા આતંકવાદીઓના બેઝ પર કાર્યવાહી કરી જ નથી.

- રિપોર્ટમાં કેટલાય નેતાઓ, અધિકારીઓ, સામાજીક કાર્યકર્તાઓ અને પત્રકારોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે 2013માં રેન્જર્સ ઓપરેશનથી પહેલા કેટલાય આંતકવાદીઓ શહેર છોડી ભાગી ગયા હતા. પરંતુ હવે તેઓ ફરીથી કરાચીમાં સ્થાઈ થઈ રહ્યાં છે. જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધે છે કરાચીમાં આતંકવાદી સંગઠન સક્રિય થઈ જાય છે.

- કરાચી અને આસપાસના વિસ્તારોમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા મદરેસા બેખૌફ ચાલી રહ્યાં છે. આ મદરેસાઓ બેરોજગાર યુવકોની ઉશ્કેરણી કરી આતંકવાદી બનાવે છે. જોકે, આતંકવાદમાં ફક્ત ગરીબ અને ઓછુ ભણેલા યુવાનો સામેલ થાય છે તે જરૂરી નથી.

Post Comments