Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભ્રષ્ટ્રાચારના કેસમાં ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતેન્યાહુ વિરૃદ્ધ કાર્યવાહીની શક્યતા

- લાંચ-છેતરપીંડી-વિશ્વાસભંગના બે કેસમાં સબુત હોવાનો ઈઝરાયેલ પોલીસનો દાવો

- પોતે કશું ખોટું કર્યું ન હોવાનો નેતેન્યાહુનો દાવો

- એક વર્ષ સુધી તપાસ કર્યા પછી ઈઝરાયેલી પોલીસે ૩ લાખ ડોલરની લાંચનો કેસ મજબૂક કર્યો છે


જેરુસલેમ, તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતેન્યાહુ માટે ખરાબ દિવસો આવી રહ્યા છે. તેમના પર ઘણા સમયથી લાંચ લેવી, છેતરપિંડી કરવી અને વિશ્વાસભંગ કરવાના બે કેસ ચાલી રહ્યા છે. હવે આ કેસમાં ઈઝરાયેલની પોલીસને પુરતા સબુત મળી આવ્યા છે. માટે પોલીસ પોતાના દેશના વડા પ્રધાનની ધરપકડ કરવાની દિશામાં આગળ વધી રહી છે. એ માટેના કાયદાકીય વિકલ્પો હાલ તપાસાઈ રહ્યાં છે.

પોલીસના નિવેદન પહેલા જ પ્રાઈમ મિનિસ્ટર બેન્જામિને સ્પષ્ટતા કરી હતી કે હું ૨૦ વર્ષથી જાહેર જીવનમાં છું, ક્યારેય કશું ખોટું કર્યું નથી. માટે આવા આક્ષેપથી મને કોઈ ફરક પડતો નથી. જોકે ઈઝરાયેલી પોલીસનું કહેવું છે કે અમે એક વર્ષ સુધી તપાસ કર્યા પછી પુરાવા એકઠા કર્યા છે. એ પુરાવા પ્રમાણે નેતેન્યાહુએ ૩ લાખ ડોલરની લાંચ ઈઝરાયેલના એક મોટા અખબારને આપી હતી. અખબારને આ લાંચ પોતાના પક્ષમાં વધુ કવરેજ છપાય અને પોતાને ગમતા સમાચાર આવે એ માટે આપવામાં આવી હોવાનો પોલીસનો દાવો છે.

પોતાના પરના આક્ષેપો વિશે નેતેન્યાહુએ ઠંડે કલેજે કહ્યું હતુ કે આ બધુ મને બદનામ કરવા માટે થઈ રહ્યું છે. મારા વિરૃદ્ધ પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા હોવાનું મને લાગતું નથી, કેમ કે મેં કશું ખોટુ કર્યું જ નથી. દરમિયાન હાલ આ કેસ કાયદાકિય રીતે આગળ વધી રહ્યો છે. નેતેન્યાહુ પ્રધાનમંત્રી હોવાથી તેમના પર કાર્યવાહી આગળ ધપાવવી કે કેમ એ એટર્ની જનરલ નક્કી કરશે. જો કાર્યવાહી આગળ વધશે તો નેતેન્યાહુ પહેલા એવા ઈઝરાયેલી વડા પ્રધાન બનશે, જેઓ ખુરશી પર હોય ત્યારે તેમના વિરૃદ્ધ કાર્યવાહી થશે.

વડા પ્રધાન તરીકે નેતેન્યાહુની ટર્મ ૨૦૧૯માં પુરી થઈ રહી છે. તેમણે ૨૦૧૯ સુધી પોતે જ વડા પ્રધાન રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઈઝરાયેલની સંસદમાં ૧૨૦ પૈકી ૬૬ બેઠકો નેતેન્યાહુના પક્ષ પાસે છે. એટલે કે તેમની પાસે પાતળી બહુમતી છે. ઉપરાંત બે પક્ષ સાથે તેમનું ગઠબંધન છે. આ કપરા સમયમાં બન્ને પક્ષે હાલ તો નેતેન્યાહુ સાથે જ રહેવાનો સંકેત આપ્યો છે.

નેતેન્યાહુના કેસમાં રતન તાતા પણ સંડોવાયેલા છે?

જેરુસલેમ, તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર
દરમિયાન ઈઝરાયેલના મીડિયામાં ભારતના ઉદ્યોગપતિ રતન તાતાનું નામ પણ ઉછળ્યુ છે. નેતેન્યાહુ વિરૃદ્ધના બન્ને કેસ કેસ નંબર ૧૦૦૦ અને કેસ નંબર ૨૦૦૦ તરીકે હાલ ઓળખાય છે. એમાં કેસ નંબર ૧૦૦૦ના  આરોપનામામાં રતન તાતાનુ પણ નામ છે. નેતેન્યાહુએ હોલિવૂડના પ્રોડયુસર મિલ્કેનને મદદ કરવા માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. રતન તાતા આ પ્રોજેક્ટનો ભાગ હતા.

આ પ્રોજેક્ટ દ્વારા પાછળથી તાતા અને મિલ્કેનને જંગી નફો મળ્યો હતો. સરકારી ધારા-ધોરણોની વિરૃદ્ધ હોવા છતા ઈઝરાયેલ-જોર્ડન સરહદ પરના આ પ્રોજેક્ટને નેતેન્યાહુએ આગળ ધપાવ્યો હતો. માટે એ પ્રોજેક્ટમાંથી લાભ મેળવનારા તાતા-મિલ્કેન પર પણ ઈઝરાયેલમાં શંકા થઈ રહી છે.

Post Comments