Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શરીફ સામેના ૧૫ કેસો ફરી ખોલવા પનામા પેપર્સ પેનલની ભલામણ

- પાક. વડા પ્રધાન શરીફની મુશ્કેલી વધી

- ૧૫ પૈકી ત્રણ પીપલ્સ પાર્ટીની સરકાર દ્વારા અને ૧૨ પરવેઝ મુશર્રફની તાનાશાહ સરકારે કર્યા હતા

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. 16 જુલાઇ, 2017, રવિવાર

પનામા પેપર્સના ઘટસ્ફોટથી જાહેર થયેલી પાક. વડા પ્રધાન નવાઝ શરીફના પરિવારે લંડનમાં ખરીદેલી મિલકતોની તપાસ કરી રહેલી જોઇન્ટ ઇન્વેસ્ટીગેશન ટીમ(જેઆઇટી)એ મુશ્કેલીમાં ફસાયેલા નેતા સામેના અન્ય પંદર કેસો ફરીથી ખોલવા પણ ભલામણ કરી હતી.

હાઇ પ્રોફાઇલ કેસ નેવુંના દાયકામાં શરીફ પરિવારે લંડનમાં ખરીદેલી મિલકતો અંગેના છે જ્યારે શરીફ બે વાર વડા પ્રધાન બન્યા હતા. ગયા વર્ષે જ્યારે પનામા પેપર્સમાં આ કૌભાંડમાં ઘટસ્ફોટ થયો ત્યારે આ મિલકતોનું વહીવટી ઓફશોર કંપની કરતી હતી.

કથિત કૌભાંડની તપાસ કરી રહેલી છ સભ્યોની ટીમે દસમી જુલાઇના રોજ તેનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે  શરીફ પરિવારના બાળકોની જીવન શૈલી તેમની જાણીતી આવકને મેળ ખાતી નથી, બલકે એનાથી ખૂબ વધારે દેખાય છે. એટલા માટે તેમની સામેની પંદર અન્ય કેસો પણ ફરીથી ખોલવામાં આવે. જો કે શરીફે આ અહેવાલને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો હતો.

જે પંદર કેસોને ફરીથી ખોલવાની ભલામણ કરવામાં આવી છે તેમાં  લાહોર હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલા પાંચ, આઠની તપાસ અને બે વડા પ્રધાન સામેની તપાસના કેસોનો સમાવેશ થાય છે. ૧૫ પૈકી ત્રણને ૧૯૯૪ અને ૨૦૧૧ વચ્ચે પીપલ્સ પાર્ટીની સરકાર દ્વારા ફાઇલ કરાયા હતા અને ૧૨ પરવેઝ મુશર્રફની તાનાશાહ સરકારે તૈયાર કર્યા હતા.

તેમની સામેના કેસોમાં લંડનની મિલકતોનો સમાવેશ થાય છે. ૨૦ એપ્રીલના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે જેઆઇટીને લંડનની મિલકતોના કેસની તપાસ કરવા કહ્યું હતું.

Post Comments