Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રેકઝિટની પ્રક્રિયા આગળ વધારવા બ્રિટનની સંસદમાં રાણીનું પ્રવચન રદ

- બ્રેકઝિટના મામલે વ્યાપક સમંતિ ઊભી કરવાની હોઇ સંસદનું સત્ર લંબાવાશે

(પીટીઆઇ) લંડન, તા.18 જૂન, 2017, રવિવાર
 
જવલલેજ બને એવી એક ઘટનામાં બ્રિટિશ સરકારે આજે જાહેરાત કરી હતી કે  વડા પ્રધાન થેરેસા મેને ચૂંટણીમાં ધારી સફળતા ના મળતા અને  વિવાદાસ્પદ બ્રેકઝિટ મુદ્દા આગળ વધવાનું હોવાથી રાણીના પ્રવચનને રદ કરાશે. સરકાર દ્વારા તૈયાર કરાતા અને ૯૧ વર્ષના રાણી એલિઝાબેથ દ્વારા સંસદમાં વાંચવામાં આવતા પ્રવચનથી સંસદના સત્તાવારા સત્રની શરૃઆત થાય છે. તેમજ એજન્ડા રજૂ કરવામાં આવે છે જેને સંસદના બન્ને ગૃહો પાસ કરે છે.
આમ સભાની નેતા એન્ડ્રુ લીડસમે કહ્યું હતું કે  આગામી સંસદીય સત્ર બે વર્ષમાં ભરાય એટલું લંબાવવામાં આવ્યું છે. ૨૦૧૮ની ઘટનાઓને રદ કરવાની જાહેરાત કરતાં લીડસમે કહ્યું હતું કે યુરોપીયન સંઘમાંથી નીકળવાના ધારાને શરૃઆત 'ગ્રેટ રીપિલ બિલ'થી થશે. તેમણે કહ્યું હતું કે ' અમે બ્રેકઝિટ પ્લાન માટે શક્ય એટલી  બહોળી સમંતી બનાવવા વિચાર કરીશું. એનો અર્થ એ થયો કે સંસદને બે વર્ષના સંત્ર સુધી ચલાવવા દઇને બિલ પર વધુમાં વધુ  ચર્ચા કરવાની તક આપીશું' તેમણે વધુ ઉમેર્યું હતું કે  એનો અર્થ એ થયો કે આપણે સાથે મળીને બ્રેકઝિટ માટે વધુ સારી રીતે કામ કરી શકીશું. રાણીનું પ્રવચન સામાન્ય રીતે સંસદના સત્તાવાર આરંભમાં હોય છે જે આ વર્ષે સોમવારે શરૃ થાય છે અને ત્યાર બાદથી તેને મોકુફ રાખવામાં આવ્યું છે.

Post Comments