Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાકિસ્તાન વિશ્વ માટે સૌથી જોખમી દેશ સીઆઈએના પૂર્વ અધિકારીનો દાવો

- ઈસ્લામાબાદના સ્ટેશન ચિફ કેવિન હુલબર્ટે પાક.ના વટાણા વેર્યા

- પાક.ની પરમાણુ રાષ્ટ્ર બનવાની દોડ, આતંકને પ્રોત્સાહન અને નિષ્ફળ અર્થતંત્રના પરિણામ આખું વિશ્વ ભોગવશ

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
આતંકવાદ, નિષ્ફળ અર્થતંત્ર અને અત્યંત ઝડપથી પરમાણુ શક્તિ બની રહ્યો હોવાના કારણે પાકિસ્તાન વિશ્વ માટે સૌથી જોખમી દેશ બની રહ્યો છે. અમેરિકાની જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના પૂર્વ અધિકારી કેવિન હુલબર્ટે દાવો કર્યો છે કે, જો પાકિસ્તાન એક રાષ્ટ્ર તરીકે 'નિષ્ફળ' જશે તો તેના પરિણામો આખા વિશ્વએ ભોગવવા પડશે. 
 
સીઆઈએના પૂર્વ ઈસ્લામાબાદ સ્ટેશન ચિફ હુલબર્ટે ઈન્ટેલિજન્સને લગતા સમાચારો આપતી સાઇફર નામની વેબસાઇટ પરના એક લેખમાં લખ્યું છે કે, પાકિસ્તાન એક મહાકાય બેંક જેવો દેશ છે, જે નિષ્ફળ ગયો છે. એક બેંક નિષ્ફળ જાય ત્યારે અર્થતંત્ર પર પણ અસર પડે છે. 
 
આપણી સામે અફઘાનિસ્તાનમાં વસતા ૩.૩૦ કરોડ લોકોનો પ્રશ્ન છે, જ્યારે પાકિસ્તાનની વસતી ૧૮ કરોડથી પણ વધારે છે. હુલબર્ટે કહ્યું છે કે, વસતીની દૃષ્ટિએ પાકિસ્તાન વિશ્વનો છઠ્ઠા નંબરનો દેશ છે. આ સ્થિતિમાં વસતી વિષયક  સામાજિક પ્રશ્નોનો વિચાર કરવાના બદલે પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
 
વિશ્વના સૌથી વધારે જન્મદર ધરાવતા દેશોમાં પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આતંકવાદ, પરમાણુ શસ્ત્રો બનાવવાની દોડ અને નિષ્ફળ અર્થતંત્ર જેવા અનેક કારણસર આ વિશ્વ માટે સૌથી જોખમી દેશ છે. પાકિસ્તાનને મળતી આર્થિક સહાયનો પણ હુલબર્ટે ઉલ્લેખ કર્યો છે.
 
હુલબર્ટે કહ્યું છે કે, અમેરિકા અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા પાકિસ્તાનને જંગી આર્થિક ભંડોળ અપાય છે. બધાને આશા છે કે, પાકિસ્તાન એક દિવસ સુધરી જશે અને સારું વર્તન કરશે, પરંતુ બધા જ પ્રકારની સહાય પછીયે બહુ જ ઓછો ફર્ક પડે છે. હવે પાકિસ્તાનને તાલિબાનોનો ગઢ બનાવતું રોકવાનો પણ પડકાર છે. અફઘાનિસ્તાનને પણ આતંકવાદીઓનું સ્વર્ગ બનતા રોકવાનું છે. અહીંથી તેઓ પશ્ચિમી દુનિયા તરફ હુમલા કરી શકે છે. 

Post Comments