Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય અમેરિકન ગુનેગાર રઘુનંદનને ૨૩ ફેબુ્રઆરીએ ઝેરનું ઇન્જેક્શન અપાશે

- ફાંસીની સજા મેળવનારો રઘુનંદન પ્રથમ ભારતીય મૂળનો અમેરિકી નાગરિક

- રઘુનંદનને ૧૦ મહિનાની બાળકી અને તેની ૬૧ વર્ષીય દાદાની હત્યા કરી હતી : ૨૦૧૪માં ફાંસીની સજા થઇ હતી

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 11 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

ભારતીય મૂળના અમેરિકન નાગરિક રઘુનંદનને ૧૦ વર્ષની બાળકી અને તેની ૬૧ વર્ષીય દાદીની હત્યા કરવાના ગુનામાં ફાંસીની સજા કરવામાં આવી હતી. હવે ફાંસી આપવાની તારીખ નક્કી કરવામાં આવી છે તે પ્રમાણે તેને ૨૩મી ફ્રેબુ્રઆરીએ ફાંસી અપાશે. આંધ્રપ્રદેશના રહેવાસી રઘુનંદન એચ-૧બી વિઝા ઉપર અમેરિકા ગયો હતો. કમ્પ્યુટર સાયન્સ એન્જિયરની ડિગ્રી મેળવનારા રઘુનંદને એક ૬૧ વર્ષીય મહિલા અને તેની ૧૦ માસની પૌત્રીનું અપહરણ કર્યું હતું અને પછી હત્યા નાખી હતી. એ ગુનામાં તેને ૨૦૧૪માં કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી હતી.

એ સજાનું અમલીકરણ આગામી ૨૩મી ફેબુ્રઆરીએ થાય તેવી શક્યતા છે. સ્થાનિક અધિકારીઓએ રઘુનંદનને ફાંસી આપવા માટે ૨૩મી ફેબુ્રઆરીનો દિવસ નક્કી કર્યો છે. અમેરિકામાં ફાંસીની સજાનો સામનો કરી રહેલો રઘુનંદન પહેલો ભારતીય મૂળનો અમેરિકી નાગરિક છે. અમેરિકાના મીડિયા અહેવાલોમાં દાવો થયો હતો કે ૨૩મી ફેબુ્રઆરીએ રઘુનંદનને એક ઝેરીલું ઈન્જેક્શન આપીને મોતની સજા કરાશે.

અગાઉ રઘુનંદને ગત એપ્રિલમાં મોતની સજા સામે અપીલ કરી હતી, પણ કોર્ટે અપીલને ફગાવી દીધી હતી. રઘુનંદન પેન્સિલવેનિયામાં રહે છે. તેણે ગુનો પણ આ જ અમેરિકી સ્ટેટમાં કર્યો હતો એટલે સજા પણ તેને ત્યાં જ થઈ છે. પેન્સિલવેનિયામાં ૨૦૧૫થી મોતની સજા રદ્ કરી દેવામાં આવી છે એટલે રઘુનંદનને ફાંસી આપવામાં આવશે નહીં એવી અટકળો હતી. છેલ્લાં ૨૦ વર્ષમાં પેન્સિલવેનિયામાં એક પણ વ્યક્તિની મોતની સજા અમલી બનાવવામાં આવી નથી.

Post Comments