Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એમિશન ફ્રોડ કેસમાં ફોક્સવેગનના અધિકારીને સાત વર્ષની જેલ, ચાર લાખ ડોલરનો દંડ

- કૌભાંડના કારણે જર્મન કંપનીને હજારો કાર પાછી ખેંચવી પડતાં ૩૦ અબજ ડોલરનું નુકસાન થયેલું

ન્યુયોર્ક, તા. 7 ડીસેમ્બર, 2017, ગુરૂવાર

ડીઝલ એમિશન કૌભાંડમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અમેરિકાસ્થિત ફોક્સવેગન કાર ઉત્પાદકના એમિશન મુદ્દા પર નજર રાખનાર અધિકારીને બુધવારે સાત વર્ષની જેલ અને ચાર લાખ ડોલરનો દંડ ફડકાર્યો હતો.

આ કૌભાંડના જર્મન કાર ઉત્પાદક કંપનીને આશરે ૩૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. અમેરિકન સત્તાવાળાઓને ગેરમાર્ગે દોરવા ષડયંત્ર ઘડવાના આરોપો કબુલ્યા પછી જર્મન નાગરિક એવા ઓલિવર શિમીત્દેએ ઓગસ્ટમાં અરજી કર્યા પછીના કાયદા હેઠળ આ સજા મહત્તમ છે.

'મારા મતે અમેરિકાને છેતરવાની યોજનામાં તમે જ મુખ્ય ષડયંત્રકાર છો'એમ યુએસ ડ્સ્ટ્રિીકટજજ સીન કોક્સે ઓલિવરને કોર્ટમાં કહ્યું હતું.'તમે આને તમારા પોતાના ચમકવાની તક જોઇ અને ફોક્સવેગરમાં કોર્પોરેટની સીડી ચઢવા ઇચ્છતા હતા'.ઓલિવરે કોર્ટમાં એક લેખિત નિવેદન વાંચ્યું હતું જેમાં તેણે ગુનો કબુલ્યો હતો. જાન્યુઆરીમાં કરાયેલી તેની ધરપકડ પછી તેના પરિવારે જે બલિદાન આપ્યા હતા તેની ચર્ચા કરતી વખતે ઓલિવર રડી પડયો હતો.

'મારો નિર્ણય ખૂબ ખરાબ હતો અને એના માટે હું માફી માગુ છું'એમ ઓલિવરે કહ્યું હતું.યુએસ ન્યાય વિભાગના ટ્રાયલ એટર્ની બેનજામિન સિંગરે કોર્ટમાં દલીલ કરી હતી કે વાહનોના એમિશનના પરિણામો છુપાવવાના ષડયંત્રમાં  ઓલિવર ફોક્સવેગરમાં નિર્ણય લેનાર ટીમમાં હતો.

જો કે તેની પાસે ગ્રાહકોની માફી માગવાનો સમય હતો. તેમણે દરેક વખતે જુઠ બોલ્યું હતું, એમ સિંગરે કહ્યું હતું.માર્ચ મહિનામાં ફોક્સવેગને યુએસ આરોપોના ઉકેલ માટેના કરાર હેઠળ કબુલ્યું હતું કે  એમિશન પરિક્ષણ ટાળવા કારમાં ગુપ્ત સોફ્ટવેર ગોઠવવામાં આવ્યો હતો.

Post Comments