Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અવિશ્વાસ પ્રસ્તાવની ધમકી છતાં દ. આફ્રિકા પ્રમુખ જેકોબ ઝુમાનું રાજીનામું આપવાનો ઇનકાર

- દ. આફ્રિકાના શાસક પક્ષે દેશના પ્રમુખને આપેલું અલ્ટિમેટમ

- ઝુમાની નજીક ગણાતા ભારતીય મૂળના ઉદ્યોગપતિ ગુપ્તા પરિવારના સંકુલોમાં પોલીસના દરોડા

- જો કે ઝુમા રાજીનામું આપશે તો ઉપ પ્રમુખને નવા પ્રમુખ બનાવાશે

-જો ઝુમા રાજીનામું નહીં આપે તો સમગ્ર કેબિનેટને ભંગ કરી નવેસરથી ચૂંટણી યોજાશે


(પીટીઆઇ)  જોહનિસબર્ગ, તા. ૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

દક્ષિણ આફ્રિકાના શાસક પક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસે દેશના પ્રમુખ જેકોબ ઝુમાને આજ સાંજ સુધીમાં રાજીનામું આપવાનો આદેશ આપ્યો હતો. પક્ષે જણાવ્યું હતું કે જો તેઓ રાજીનામું નહીં આપે તો તેમની વિરુદ્ધ સંસદામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. શાસક પક્ષની આ ધમકીની અવગણના કરીને ઝુમાએ રાજીનામું આપવાનો ઇનકાર કરી દીધોે છે.

એક ટીવી ઇન્ટરવ્યુમાં ઝુમાએ જણાવ્યું છે કે પક્ષે મને રાજીનામું આપવા પાછળ કોઇ કારણ રજૂ આપ્યું નથી. ૪૫ મિનિટ સુધી ચાલેલા ઇન્ટરવ્યુમાં ઝુમાએ જણાવ્યું હતું કે મને ખબર તો પડવી જોઇએ કે મારી પાસેથી શા માટે રાજીનામું માગવામાં આવી રહ્યું છે?

આા અગાઉ આફ્રિકન નેશનલ કોંગ્રેસના ટ્રેઝરર-જનરલ પૌલ મેશાટિલે જણાવ્યું છે કે ઝુમાએ પક્ષનો આદેશ માનવાનો ઇનકાર કરી દીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે જો ઝુમા રાજીનામું આપી દેશે તો સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં નહીં આવે. જો તે રાજીનામું આપશે તો કેબિનેટ યથાવત રહેશે અને ઉપ પ્રમુખ સાયરિલ રામાફોસા પ્રમુખ બનશે. જો તે રાજીનામું નહીં આપે તો સમગ્ર કેબિનેટને ભંગ કરવામાં આવશે. નવા પ્રમુખની ચૂંટણી નહીં થાય ત્યાં સુધી સંસદના અધ્યક્ષને કાર્યકારી પ્રમુખ બનાવાશે.

આ દરમિયાન દક્ષિણ આફ્રિકાની પોેલીસે જેકોબ ઝુમાની નજીક ગણાતા ભારતીય મૂળના ઉદ્યોગપતિ ગુપ્તા પરિવારના સંકુલોમાં દરોડા પાડી ત્રણ લોેકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણ લોકો પૈકી એક ગુપ્તા પરિવારનો સભ્ય હોવાનું માનવામાં આવે છે.

ત્રણ ગુપ્તા ભાઇઓ અતુલ, રાજેશ અને અજય ૧૯૯૩માં દક્ષિણ આફ્રિકા ગયા હતાં. આજે ગુપ્તા ભાઇઓ દક્ષિણ આફ્રિકામાં કોમ્પ્યુટિંગ, માઇનિંગ, એર ટ્રાવેલ, ઉર્જા, ટેકનોલોજી અને મીડિયા ક્ષેત્રમાં બિઝનેસ કરી રહ્યાં છે.

આ ત્રણેય ભાઇઓ પર આરોપ છે કે તેમણે જેકોબ ઝુમાના પ્રમુખ પદનો દુરુપયોગ કરી પોતાના બિઝનેસ સામ્રાજયનો વ્યાપ વધાર્યો છે.

Post Comments