Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેનમાં કેટેલાનના અલગતાવાદીઓને છોડાવવા ૭.૫૦ લાખ લોકોની કૂચ

- ભંગ કરાયેલી કેટેલાન સરકારના આઠ સભ્યોને છોડી દેવાની માગ

- આઝાદી તરફી બેનરો લઇને દેખાવકારો રસ્તા પર ઉતરતા ચક્કાજામ

બાર્સેલોના, તા. 12 નવેમ્બર, 2017, રવિવાર

સ્પેનમાંથી અલગ થવાની ચળવળના નેતાઓને છોડવાની માગ સાથે હજારો લોકોએ આજે કૂચ કરી હતી. બાર્સેલોનાના મ્યુનિ.પોલીસે કહ્યું હતું કે આશરે ૭૫૦૦૦૦ લોકોએ શનિવારે કૂચમાં ભાગ લીધો હતો અને વિખેરી નાંખવામાં આવેલી કેટેલાનના સરકારના આઠ સભ્યો અને સ્વતંત્રતા માટેની કેટેલાન નેશનલ એસેમ્બલી અને ઓમનિયમ કલ્ચરલ નામના પાયાના બે સંગઠનોના નેતાઓને છોડી મુકવાની માગ કરી હતી.

એએનસી અને એમનિયને શનિવારની કૂચનું આયોજન કર્યું હતું. જેલમાં પુરવામાં આવેલા અલગતાવાદી નેતાઓમાં કેટેલાન ક્ષેત્રિય સરકારના પૂર્વ ઉપાધ્યક્ષ ઓરિઓલ જેનક્વોર્સનો સમાવેશ થતો હતો તેની સામે અન્યોની જેમ દેશદ્રોહ, બળવો અને  ૨૭ ઓકટોબરે સ્વતંત્રતાની ઉજવણી માટે જાહેર ભંડોળના દુરૃપયોગના આરોપ ઘડવામાં આવ્યા હતા.આઝાદી તરફી ફલેગ લઇને આવેલા અનેક દેખાવકારોએ સાગરાદા ચર્ચ અને બાર્સેલોનાના ઐતિહાસિક સ્થળો પાસેથી કૂચ કરી હતી.

તેમણે પકડેલા બેનરોમાં 'રાજકીય કેદીઓ માટે આઝાદી' અને  'અમે પ્રજાસત્તાક છીએ' લખાણ હતા.બોર્સેલોનાના મેયર અદા કોલાઇ પણ કૂચમાં જોડાયા હતા. દેશ દ્રોહ અને બળવાખોરી માટે જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તે  કેટેલાનની સંસદના સ્પીકર કાર્મે ફર્સાડેલ  તેમના વકીલની સલાહ અનુસાર કૂચમાં આવ્યા નહતા.શુક્રવારે ૧૫૦૦૦૦ યુરોના બોન્ડ આપ્યા પછી તેમને છોડવામાં આવ્યા હતા.

ગયા મહિને બ્રસેલ્સ ભાગી ગયેલા પુગડીમેન્ટે આઝાદી તરફી દેખાવકારોને રેકોર્ડેડ મેસેજ મોકલ્યો હતો. તેમણે સંદેશામાં કહ્યું હતું કે સ્પેનિશ સરકારની આઝાદીના ચળવળકર્તાઓ પરની ધોસ તેમને આઝાદીના લક્ષ્યાંકથી અલગ નહીં કરે.

Post Comments