Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીનમાં જીડીપી બીજા ત્રિમાસિક ગાળામાં 6.9 ટકા વધ્યો

-2025 સુધીમાં ચીનને ભારત પછાડી દેશે

-સૌથી ઝડપી અર્થવ્યવસ્થાની વૃધ્ધિ કરતા દેશોની યાદીમાં ભારત સૌથી મોખરે - સીઆઈડી

બીજિંગ, તા. 17 જુલાઈ 2017, સોમવાર

ચીને બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીના તમામ અનુમાનોને પાર કરીને 6.9 ટકા વૃધ્ધિ હાંસલ કરી છે. જોકે ગત વર્ષે આ દર 6.7 ટકા રહ્યો હતો. જે છેલ્લા 26 વર્ષોમાં સૌથી ઓછી નોંધાયોહતો.આ પહેલા લોકોને શંકા હતી કે એપ્રિલ-જૂનમાં બીજામાં ચીનની જીડીપી 6.5 ટકાની નીચે રહેશે.

આ આંકડાઓના આવ્યા પહેલા એક્સપર્ટસને લાગતુ હતુ કે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં વિકાસની ગતિ ઘણી ઓછી રહેશે. કેમકે મકાનોના દર વધી ગયા છે અને ઉધાર લેવાનું સ્તર પણ અનુમાન કરતાં ઘણું વધી ગયુ છે. જેનાથી વિકાસનો સ્તર ઓછો રહેવાની સંભાવના છે. પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી 1.3 ટકા રહ્યો, ત્યાં જ ત્રિમાસિકમાં આ 1.7 ટકા રહેશે. સરકારને આશા છે કે આવનાર ત્રિમાસિકમાં પણ વિકાસની ઝડપ 1.7 ટકાથી વધારે રહેશે.

હાવર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસ અનુસાર વર્ષ 2025 સુધી ભારત 7.7 ટકાના વાર્ષિક વૃધ્ધિ દરની સાથે ચીનની અર્થવ્યવસ્થાને પાછળ છોડી દેશે. હાવર્ડ યુનિવર્સિટીના સેંટર ફોર ઈંટરનેશનલ ડેવલપમેંન્ટ (સીઆઈડી)ના 2025 સુધી સૌથી તેજીથી વિકાસ કરવાવાળા અર્થવ્યવસ્થાઓની યાદીમાં ભારતને સોથી ઉપર રાખ્યો છે. આ દરમિયાન ચીનનો વાર્ષિક દર 4.41 ટકા સુધી રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. સીઆઈડીના રિપોર્ટ પ્રમાણે ગત વર્ષોમાં વૈશ્વિક વૃધ્ધિની બાબતમાં ભારત સતત આગળ વધી રહ્યુ છે. જેના કારણે વૈશ્વિક આર્થિક વિકાસની ધુરી ચીનથી ખસીને ભારતની તરફ વધી ગઈ છે.
 
સંશોધન અનુસાર ભારતની પોતાની નિકાસને નવી જ ઊંચાઈએ પહોંચાડી છે. આમાં રસાયણ, વાહન અને ઈલેક્ટ્રોનિક્સ જેવા નવા ક્ષેત્રોનો સમાવેશ કર્યો છે. ત્યાં જ તેલ નિકાસ પર આધારિત અર્થવ્યવસ્થાઓને ઘણું નુકશાન વેઠવુ પડ્યુ છે. તેમજ જે અર્થવ્યવસ્થાઓની સૌથી ઝડપી વધવાની આશા છે. તેમાં ભારતની સાથે તુર્કી, યુગાન્ડા, ઈન્ડોનેશિયા અને બલ્ગેરિયાનો સમાવેશ થાય છે.

Post Comments