Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્રિટનમાં સ્કીલ્ડ વિઝા નહીં મેળવી શકનાર ૬૦૮૦ અરજદારોમાં સૌથી વધુ ભારતીયો

- એન્જીનીયર, આઇટી પ્રોફેશનલ, ડોકટર અને શિક્ષકોને ૨૦૧૭થી વિઝા અપાયા નથી

- યુરોપીયન સંધ સિવાયના અરજદારોને અપાયેલા વિઝામાં ભારતીયોની સંખ્યા ૫૭ ટકા

(પીટીઆઇ)     લંડન,તા.૧૬ મે 2018, બુધવાર

બ્રિટન સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ડીસેમ્બર ૨૦૧૭થી જોબ ઓફર લેટર ધારકો હોવા છતાં પણ જેમને વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો તેમાં મોટા ભાગના ભારતીય એન્જીનીયરો, આઇટી પ્રોફેશનલ, ડોકટર અને શિક્ષકોનો સમાવેશ થતો હતો. બ્રિટનની વાર્ષિક વિઝા મર્યાદાના કારણે સૌથી વધુ અસર ભારતીયો પર જ પડી છે.

યુરોપીયન સંધ સિવાયના દેશોમાંથી યુકેસ્થિત કંપનીઓ દ્વારા કુશળ વ્યવસાયીઓને નોકરી રાખવા માટે બ્રિટિશ સરકારની વાર્ષિક ઇમિગ્રેશન મર્યાદાના કારણે આ સમસ્યા સર્જાઇ હતી તેને કેમ્પેઇન ફોર સાયન્સી એન્ડ એન્જીનીયરિંગ દ્વારા ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશનએ યુકે હોમ ઓફિસમાંથી આ આંકડો મેળવ્યો હતો.

યુકે ઓફિસ ઓફ નેશનલ સ્ટેટીસ્ટીકના છેલ્લા આંકડા અનુસાર, યુરોપીયન સંધ સિવાયના લોકોને  કુશળ વિઝા આપવામાં આવ્યા હતા તેમાં સૌથી વધુ  ભારતીયોની સંખ્યા ૫૭ ટકા હતી. એનો અર્થ એ થયો કે વિઝા મર્યાદાના કારણે સૌથી ખરાબ અસર ભારતીયો પર જ પડશે.
' ભારત અને યુકે વચ્ચે સહિત સરહદ પારના સહકાર અને કૌશલ્યની મોબીલીટીનો સૌથી મોટો લાભ વિજ્ઞાાન, એન્જીનીયરિંગ અને ટેકનોલોજીને મળ્યો હતો.

 હોમ ઓફિસમાંથી મેળવેલા આંકડા દર્શાવે છે કે  હાલમાં અમારી ઇમિગ્રેશન સીસ્ટમ આ મહત્વકાંશા માટે ઘાતક સાબીત થઇ રહી છે'એમ કેમ્પેઇનના ડેપ્યુટી ડાયરેકર નાઓમી વિએરે કહ્યું હતું.' અમે સરકારને તાત્કાલિક આ સીસ્ટમમાં ફેરફાર કરવા હાકલ કરીએ છીએ કે જેથી નોકરીદાતાઓને તેમને જે કુશળ કામદારોની જરૃર છે તે મેળવી શકે. એટલું જ નહીં યુકે ઇમિગ્રેશન સીસ્ટમમાં વિજ્ઞાાન, એન્જીનીયરિંગ અને ટેકનોલોજીકલ નિષ્ણાતો માટે જગ્યા છે તેની ખાતરી પણ કરાવી શકાય'એમ નાઓમીએ કહ્યું હતું.

Post Comments