ટ્રસ્ટના ચેરમેન તરીકે અતુલ શાહ વાઇસ ચેરમેન હિતેશ શાહ
-જૂન માસમાં સીલ્વર જ્યુબીલીની ઉજવણી થશે : સંતો શિકાગો આવશે
-શિકાગો જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન
શિકાગો, તા. 8 જાન્યુઆરી 2018 સોમવાર
જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના બોર્ડ ઓફ ટ્રસ્ટી મંડળનાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની મુદત ગયા વર્ષના અંતમાં પુર્ણ થતી હોવાથી નવા ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી કરવા માટે બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની એક મીટીંગ જાન્યુઆરી માસની ૧લી તારીખને સોમવારે બપોરે ૩ વાગે જૈન સોસાયટીના કોમ્પલેક્ષમાં યોજવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટી બોર્ડના સાત સભ્યો તથા શુભેચ્છકોએ હાજરી આપી હતી.
બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની મીટીંગ જૈન સેન્ટરમાં બરાબર બપોરે ત્રણ વાગે શરૃ થઈ હતી. અને પ્રાથમિક ચર્ચાના અંતે નવા વાઇસ ચેરમેન તરીકે હિતેશ રમણલાલ શાહ રાંદેરવાલાના નામની રજુઆત બોર્ડ મેમ્બર જીજ્ઞોશ જૈને રજુ કરી હતી અને તેમની સામે બીજા કોઇ બોર્ડ મેમ્બરનું નામ ન આવતાં તેઓ વાઇસ ચેરમેન તરીકે બીન હરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. ત્યારબાદ ચેરમેન તરીકે અતુલ શાહના નામની દરખાસ્ત બોર્ડ મેમ્બર હિમાંશુ જૈને રજુ કરતાં બીજા કોઇ પ્રતિસ્પર્ધી મેદાનમાં ન આવતાં તેઓ વિના વિરોધે ચેરમેન તરીકે ચુંટાયેલા જાહેર થયા હતા.
ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણીની વિધી પત્યા બાદ હાજર રહેલા બોર્ડના તમામ મેમ્બરો તથા બોર્ડના તમામ શુભેચ્છકોએ નવા વરાયેલા હોદ્દેદારોને અભિનંદન અને શુભ કામના પાઠવી હતી. આ પ્રસંગે બંને ચુંટાયેલા પદાધિકારીઓએ જરૃરી સહકારની માંગણી કરી હતી અને સૌએ તે આપવાની ખાત્રી આપી હતી.
આવતા જૂન માસમાં જૈન સોસાયટીના જિનાલયને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોવાથી તેના સિલ્વર જયુબીલી વર્ષની રંગેચંગે ઉજવણી થનાર છે અને તે પ્રસંગે સાત દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવનાર છે અને તે અંગે ભીન્ન ભીન્ન પ્રકારની કમીટીઓની રચના કરવામાં આવનાર છે. કાર્યવાહક સમિતિના તમામ સભ્યોએ આ અંગેની જરૃરી તૈયારીઓ શરૃ કર્યાના અણસાર પ્રાપ્ત થયેલ છે.
જૈન સંઘમાં આનંદનું વાતાવરણ સર્જાયેલું જોવા મળે છે. જૈન સોસાયટી શિકાગોના બોર્ડ ઓફ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન તરીકે અતુલ શાહ તેમજ વાઇસ ચેરમેન તરીકે હિતેશ રમણલાલ શાહ રાંદેરવાલા બીનહરીફ ચુંટાયેલા જાહેર થયા બાદ તે સમાચારો જૈન સંઘના સભ્યોમાં પ્રસરી જતાં મોટા ભાગના સભ્યો આ બંને મહાનુભાવો પર હેતની હેલી વરસાવી રહ્યા છે અને સંઘના તમામ કાર્યક્રમોમાં જરૃરી સહકાર આપવાની ખાત્રી આપેલ છે.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
ઐશ્વર્યા રાય બચ્ચન અને નણંદ શ્વેતા વચ્ચેની કોલ્ડ વોર એક લગ્નમાં ફરી દેખાઈ
શાહરૃખ ખાન યશરાજ ફિલ્મસ સાથે ફરી કામ કરશે
અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારી પૂજા ભટ્ટને યુઝર્સોએ ટ્રોલ કરી
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
-
GUJARAT
-
NATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News