Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકા સૌથી વધુ ૨૩૦ અબજ ડોલર પ્રવાસન આવક ધરાવે છે

-આર્થિક નાદારી નોંધાવનારા ગ્રીસની પ્રવાસનની આવક ૧૬ ટકા વધી ભારતમાં ૨૦૧૭માં એક કરોડથી વધુ વિદેશીઓએ મુ

એમ્સ્ટર્ડમ,તા. ૧૩ જુન 2018,બુધવાર

ભારતમાં ટુરીઝમ ડેવલપ થઇ રહયું છે ત્યારે યૂરોપના કેટલાક દેશોમાં પ્રવાસીઓની સંખ્યા પર નિયંત્રણ માટે ટૂરિસ્ટ ટેકસ વધારવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નેધરલેન્ડ અને સ્પેન જેવા દેશોમાં સ્થાનિક લોકોને રોજગારી મળતી હોવા છતાં પારાવાર તકલીફ વેઠવી પડી રહી છે. બે વર્ષ પહેલા તો સ્પેનમાં દિવાલો પર સ્થાનિક લોકોએ ટૂરિસ્ટ ગો બેક એવા સૂત્રો પણ લખ્યા હતા. નેધરલેન્ડની વાત કરીએ તો તેના પાટનગર એર્મ્સ્ટડમમાં દર વર્ષે ૧.૮૦ કરોડ પ્રવાસીઓ આવે છે જે નેધરલેન્ડની કુલ વસ્તી કરતા પણ વધારે છે.


એક સમયે આર્થિક નાદાર જાહેર થયેલા ગ્રીસ દેશની છેલ્લા બે વર્ષની ટુરિઝમ રેવન્યુમાં ૧૬ ટકાનો વધારો થયો છે. આ દેશના ટૂરીઝમ સેકટરની વાર્ષિક આવક ૪૦ અબજ ડોલરથી પણ વધારે છે. વર્જિનિયા ની ટૂુરીઝમ રેવન્યુ ૨૦૧૭માં ૨૫ અબજ ડોલરને આંબી જતાં એક જ વર્ષમાં ૪.૪ ટકાનો વધારો થયો છે. ભારતની વાત કરીએ તો ૨૦૧૬માં ૮૫ લાખ વિદેશીઓએ ભારતની મુલાકાત લીધી હતી તેની સરખામણીમાં ૨૦૧૭માં ૧ કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા.

ભારતમાં મુલાકાતે આવતા ટુરિસ્ટમાં ૨૫ ટકાથી વધારે અમેરિકા અને યૂકેના હોય છે. વિશ્વમાં ટૂરિઝમની આવક મેળવવામાં યૂરોપ અને અમેરિકાના દેશો ખૂબજ આગળ છે. વિશ્વમાં સૌથી વધુ ટૂરિસ્ટ આવક ૨૩૦ અબજ ડોલર અમેરિકા ધરાવે છે. જે વિશ્વના ટોપ ટેન દેશોની અડધા કરતા પણ વધુ થાય છે.

જયારે બીજો ક્રમ ધરાવતું ફાંસ ૬૬.૮ અબજ ડોલર આવક મેળવે છે જે અમેરિકાની આવકના ત્રીજા ભાગથી પણ ઓછી થાય છે. જયારે ભારત ૨૭ અબજ ડોલરની ટુરિસ્ટ આવક મેળવે છે. ભારત કરતા થાઇલેન્ડ દોઢ ગણી વધુ આવક ઔધરાવે છે.

પ્રવાસન આવક ધરાવતા ટોચના દેશો  

દેશ     - વાર્ષિક આવક (ડોલરમાં)
અમેરિકા      ૨૩૦ અબજ  
ફ્રાંસ     ૬૬.૮ અબજ
સ્પેન    ૬૫.૧ અબજ
ઇંગ્લેન્ડ     ૬૨.૮ અબજ
ચીન     ૫૭.૦ અબજ  
જર્મની     ૫૬.૦ અબજ
ઇટાલી     ૪૫.૫ અબજ
થાઇલેન્ડ    ૪૨.૦  અબજ
ઓસ્ટ્ેલિયા     ૪૧.૩ અબજ

Post Comments