Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અસાધારણ બીમારીથી પીડાતા સ્ટીફન હોકિંગે બ્રહ્માંડના અનેક રહસ્યો ઉજાગર કર્યા

- બીમારીએ સ્ટીફન હોકિંગને વૈજ્ઞાનિક બનાવવામાં મોટી ભૂમિકા અદા કરી

- મોતથી ડરતો નથી પરંતુ મરવાની ઉતાવળ પણ નથી

લંડન, તા. 14 માર્ચ 2018, બુધવાર

બ્રહ્માંડના રહસ્યોનો ઉજાગર કરનાર વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું 76 વર્ષની ઉંમરે નિધન થયું છે. સ્ટીફન હોકિંગના પરિવારે એક નિવેદ જારી કરી તેમના નિધનના સમચાર આપ્યાં. તેમનું નિધન લંડના કેમ્બ્રિજ સ્થિત તેમના ઘર પર થયું.

હોકિંગના પુત્ર લકી, રોબર્ટ અને ટિમે કહ્યું કે અમે અત્યંત દુખની સાથે જાણ કરી રહ્યાં છીએ કે અમારા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યાં. તેઓ એક મહાન વૈજ્ઞાનિક તો હતા સાથે એક મહાન માણસ પણ હતા જેમને વિજ્ઞાનની દુનિયામાં ખુબ મોટું યોગદાન આપ્યું છે જેને દુનિયા સદીઓ સુધી યાદ રાખશે. તેમની હિમ્મત અને શોધથી સમગ્ર દુનિયા પ્રભાવિત રહી છે.

સ્ટીફન હોકિંગે બ્લેક હોલ અને બિગ બેંગ સિદ્ધાંતને સમજવામાં અગત્યનું યોગદાન આપ્યું છે. તેમની પાસે 12 માનદ ડિગ્રી હતી. હિકોંગના યોગદાનને જોતા અમેરિકાએ તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું હતું. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ’ ઘણું ચર્ચિત થયું હતું.

અસાધારણ બીમારીનો શિકાર
સ્ટીફન હોકિંગ એક અસાધારણ બીમારી amyotrophic lateral sclerosis (ALS)થી પીડાઇ રહ્યાં હતા. આ બીમારીના કારણે તેમનું શરીર ધીરે-ધીરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. હોકિંગ જ્યારે ઓક્સફોર્ડમાં ફાઇનલ ઇયરમાં અભ્યાસ કરી રહ્યાં હતા ત્યારે તેમણે દાદરો ચઢવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ધીરે-ધીરે આ સમસ્યા એટલી વધી ગઇ કે તેમની જીભ પણ લડખડવા લાગી.

સામન્ય રીતે ALSના કારણે દર્દીનું મોત નીપજતું હોય છે. સ્ટીફનને 21 વર્ષની ઉંમરમાં આ બીમારી થઇ હતી. તે સમયે ડોક્ટરોએ કહ્યું હતું કે સ્ટીફન હોકિંગ બે વર્ષથી વધારે જીવી શકશે નહીં અને ટૂંક સમયમાં જ તેમનું મૃત્યું થઇ જશે. પરંતુ તેમને ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આ શક્યતાને તેમને ખોટી સાબિત કરી. નાની ઉંમરમાં આ બીમારી પીડિત હોવા છતા તેમણે કોસ્મોલોજી (બ્રહ્માંડ વિજ્ઞાન) ક્ષેત્રમાં આટલી મોટી ખોજ કરી તે બધા માટે પ્રેરણા છે.

વિશ્વમાં સૌથી વધુ બુદ્ધિશાળી વ્યક્તિઓની વાત આવે એટલે તરત જ વિશ્વકક્ષાના બે પાત્રો યાદ આવે. એક મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન. જેમનું મગજ સાયન્સ વર્લ્ડમાં સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યું છે. અને બીજા સ્ટિફન હોકિંગ.

સ્ટિફન હોકિંગ નામનો પણ ટ્રેડમાર્ક
કોઈ નવશોધિત વસ્તુ કે દવાની પેટન્ટ કે ટ્રેડમાર્ક લેવાય તે જાણીતી વાત છે પણ વિશ્વના મહાન ભૌતિકશાસ્ત્રી સ્ટિફન હોકિંગ તેમનાં નામનો ટ્રેડમાર્ક લીધો છે. અગાઉ જે. કે. રાઉલિંગ અને ડેવિડ બેકહામ દ્વારા નામની બ્રાન્ડ માટે ટ્રેડમાર્ક લેવાયા છે

બ્રહ્માંડના મેપિંગની તૈયારી
વિશ્વના ટોચના વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ સમગ્ર બ્રહ્માંડનું મેપીંગ કરવા માટે યોજના બનાવી રહ્યા છે. તેમ જ નજીકના સમયમાં આ અંગે ઘોષણા કરવા જઈ રહ્યા છે. હોકિંગે કેબ્રિજ યુનિવર્સીટીમાં એક સુપર કોમ્પ્યૂટિંગ સેન્ટર સ્થાપ્યું છે. જેના દ્વારા તેઓ આ મહત્ત્વકાંક્ષી યોજનાને અંજામ આપશે.

‘ધ સંડે ટાઇમ્સ’ સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ કોસ્મોસ કોમ્પ્યૂટર અબજો આકાશગંગા, બ્લેકહોલ્સ, સુપરનોવા અને બ્રહ્માંડની અન્ય સંરચનાઓની સ્થિતિ અને તેમની ચાલનો અભ્યાસ કરી એક માનચિત્ર તૈયાર કરશે.

બીમારીએ મને સફળ વૈજ્ઞાનિક બનાવવામાં મોટી ભૂમિકા અદા કરી
એક ઇન્ટરવ્યુમાં પોતાની સફળતા પાછળનું રહસ્ય જાહેર કરતા તેમણે કહ્યું હતું કે મારી બીમારીએ મને વૈજ્ઞાનિક બનાવવામાં સૌથી મોટી ભૂમિકા અદા કરી છે. બીમારીથી પહેલા હું અભ્યાસ પ્રત્ય ખાસ કંઇ ધ્યાન આપતો નથી પરંતુ બીમારી દરમિયાન મને અહેસાસ થયો કે હવે હું લાંબો સમય સુધી જીવતો રહીશ નહી અને મે મારુ સમગ્ર ધ્યાન રિસર્ચ પર લગાવી દીધું.

મોતથી નથી ડરતો પરંતુ મરવાની ઉતાવળ પણ નથી
હોકિંગે બ્લેક હોલ પર રિસર્ચ કર્યું છે. તેઓ મોતથી નથી ડરતા એમ તેમણે એકવાર કહ્યું હતું. તેમણે કહ્યું કે હું 49 વર્ષથી મોતની પ્રતિક્ષા કરી રહ્યો છું પરંતુ મને મરવાની કોઇ ઉતાવણ પણ નથી. મારો જન્મ ઘણા કામ કરવા માટે થયો છે અને જ્યાં સુધી હું બધા કામ પાર નહી પાડુ ત્યાં સુધી દુનિયા છોડીને જઇશ નહીં.

100 વર્ષમાં માનવજાતિને બીજુ ઘર શોધવાની સલાહ આપી હતી
સ્ટિફન હોકિંગ છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના લેક્ચરમાં ભારપૂર્વક એક સલાહ આપતા હતા કે જો આગામી 100 વર્ષમાં મનુષ્ય અને ધરતી પર રહેતી અન્ય જીવ-જંતુઓની પ્રજાતિઓ ત્યાં સુધી જ બચી રહેશે જ્યાં સુધી આપણે અન્ય અનુકૂળ ગ્રહ પર કેમ્પ વસાવીએ.

જોકે, તેઓ જ્યારે આ વાત કહેતા હતા ત્યારે તેમનો મજાક ઉડાવવામાં આવતો હતો પરંતુ પછી ધીરે-ધીરે દુનિયા તેમની વાતોથી સંમત થવા લાગ્યા. ધરતી પર આવી રહેલા પરિવર્તન તે સંકેત આપવા લાગ્યા કે આવાનારા વર્ષોમાં પૃથ્વી પર મનુષ્યને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

સાચી પડી રહી છે ચેતવણી
સ્ટીફન હોકિંગે વર્ષો પહેલા જે કારણો રજુ કર્યો હતા તે હવે સાચા પડી રહ્યાં છે. એક અનુમાન અનુસાર આવતા 50 વર્ષ બાદ ધરતીનું તાપમાન એટલું વધી જશે કે મનુષ્ય માટે રહેવું મુશ્કેલ થઇ જશે. 21મી સદી આવતા આવતા ખેતીને બચાવવી મુશ્કેલ થઇ જશે. ધરતી પરથી પાણી પુરૂ થઇ જશે. આવી પરિસ્થિતિમાં આપણે વૈકલ્પિક સાધનો તરફ જોવું પડશે.

ઉલ્લેખનીય છે કે આધુનિક વિશ્વની ઘણી શોધમાં સ્ટિફન હોકિંગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમનું જીવન એક કિવદંતી સમાન બની ગયું છે.

Post Comments