Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શનિ મંગળની યુતિમાં બે વિમાન તૂટી પડતા ૬૧નાં મોત

- કાઠમંડુમાં યુએસ-બાંગલા એરલાઇન્સ અને તુર્કીમાં પ્રાઇવેટ જેટ ક્રેશ

નેપાળ અને ઇરાનમાં સોમવારે થયેલા બે અલગ અલગ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા. બાંગ્લાદેશની યુએસ- બાંગ્લા એરલાઇનનું યાત્રિક વિમાન નેપાળની રાજધાની કાઠમંડુમાં સ્થિત ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતરાણ કરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં મુસાફરી કરતા ૫૦ યાત્રિકોના મોત થયા હતા. જ્યારે અન્ય એક પ્રાઇવેટ વિમાન ઇરાનના પર્વતીય વિસ્તારમાં તૂટી પડતા ૧૧ વ્યક્તિઓ માર્યા ગયા હતા. તુર્કીના જાણીતા બિઝનેસમેન મુરત ગીઝરનું આ અંગત વિમાન હતું. જેમાં તેમની પુત્રી મીના બસારન તથા અન્ય લોકો મુસાફરી કરી રહ્યા હતા. દુર્ભાગ્યે તેમાંથી કોઇ બચ્યું ન હતું.

ઢાકાથી ટેક ઓફ થયેલા વિમાનમાં ૬૭ મુસાફર અને ચાર ક્રૂ મેમ્બર હતા, ૨૧ ઘાયલ
કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સંતુલન ખોરવાતા સર્જાયેલી દુર્ઘટના

(પીટીઆઇ)   કાઠમાંડુ, તા.૧૨ માર્ચ 2018, સોમવાર

નેપાળના કાઠમાંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ(ટીઆઇએ) પર લેન્ડિંગ વખતે યાત્રી વિમાન તૂટી પડતાં ૫૦ યાાત્રીઓનાં મોત અને ૨૧ ઘાયલ થયા છે. વિમાનમાં ૬૭ યાત્રીઓ અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતાં.

એરપોર્ટ વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ૬૭ યાત્રીઓમાં ૩૭ પુરુષ, ૨૭ મહિલા અને બે બાળકો પણ સવાર હતાં. લેન્ડિંગ વખતે વિમાનમાં આગ લાગવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી.

સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળના ડાયરેક્ટર જનરલ સંજીવ ગૌતમે જણાવ્યું હતું કે રનવે પર લેન્ડ કરતી વખતે વિમાનનું સંતુલન ખરાબ થતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. તેમણે જણાવ્યું હતું કે વિમાનને રનવેના દક્ષિણ તરફ લેન્ડ કરવાની પરવાનગી અપાઇ હતી પણ વિમાન ઉત્તર તરફથી લેન્ડ કરવા લાગ્યું હતું. દુર્ઘટના સર્જાવા પાછળના કારણો શોધવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. અધિકારીઓએ દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામીની પણ શંકા વ્યક્ત કરી હતી.

એરપોર્ટના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરના જણાવ્યા અનુસાર વિમાન લેન્ડ કરતી વખતે આગળની તરફ નમી પડયું હતું અને ત્યારે જ તેમાં આગ લાગી હતી. ત્યારબાદ તે નજીકના ફુટબોલ ગ્રાઉન્ડમાં પડયું હતું.

ઉલ્લેખનીય છે કે વિમાને ઢાકાથી ટેક ઓફ કર્યુ હતું અને તે બપોરે ૨.૨૦ વાગ્યે કાઠમાંડુમાં લેન્ડ થવાનું હતું. વિમાન ક્રેશ થયા પછી એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. નેપાળની સેના રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર ફૂટબોલ ગ્રાઉન્ડમાંથી કાળા ધૂમાડો નીકળતો જોવા મળતો હતો.

યુએઇથી તુર્કી જતું વિમાન ક્રેશ થતાં તૂર્કીશ ઉદ્યોગપતિની પુત્રી સહિત ૧૧નાં મોત
બિઝનેસ ટાયકૂન હુસેન બસારીનના ૨૮ વર્ષીય પુત્રી મીના બસારીનના ૧૪ એપ્રિલે લગ્ન હતાં

દુબઇથી ઇસ્તંબુલ જઇ રહેલું તુર્કીનું એક પ્રાઇવેટ જેટ ઇરાનની સરહદમાં તૂટી પડયું હતું. આ ઘટનામાં તુર્કીના બિઝનેસ ટાયકૂન અને જાણીતા સોશિયાલિસ્ટ હુસેન બસારનની ૨૮ વર્ષીય દીકરી મીના બસારનનું પણ મોત થયું છે. મીના બસારનના આગામી મહિને લગ્ન થવાના હતાં. મીનાની સાથે તેમના સાત મિત્રો અને ત્રણ ક્રૂ સભ્યોના પણ મોેત થયા છે.

મીનાના ૧૪ એપ્રિલે લગ્ન થવાના હતા. મીના લગ્ન અગાઉ પોતાના મિત્રોની સાથે પાર્ટી મનાવવા માટે દુબઇ ગઇ હતી. ઘટનાસ્થળેથી બળી ગયેલા ૧૧ મૃતદેહો મળી આવ્યા હતાં. મૃતદેહો એટલી ખરાબ રીતે બળી ગયા છે તેમની ઓળખ ડીએનએને આધારે કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૪ એપ્રિલે બિઝનેસમેન મુરત ગીઝરની સાથે મીનાના લગ્ન થવાના હતાં. આ માટે ઇસ્તંબુલના સિરાલી પેલેસમાં લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ઇરાનના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઇ હોવાનું માનવામાં આવે છે. વિમાન પર્વત સાથે ટકરાતાં તેમાં આગ લાગી હતી. જે વિમાન ક્રેશ થયું તે મીનાના પિતાનું જ હતું અને તેને કેનેડાની કંપની બોમ્બાર્ડીયરે તૈયાર કર્યુ હતું.

વિમાને યુએઇના શારજાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યુ હતું. ટેકઓફ કર્યાના થોડાક સમયમાં વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન જાગરોસના પર્વતોમાં ક્રેશ થયું હતું. આ વિસ્તારમાં રવિવારથી ભારે વરસાદ ચાલુ છે. વરસાદને કારણે મૃતદેહ શોધવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. મીનાના ઇન્સ્ટ્રાગ્રામ પર ૮૬,૦૦૦ ફોલોઅર્સ હતાં.

મીના પોતાના પિતાની કંપની બસારન હોલ્ડિંગ્સમાં જ કાર્ય કરતી હતી. બસારન ટ્રેબજોનસ્પોર ફુટબોલ કલબના પૂર્વ ડેપ્યુટી ચેરમેન રહી ચૂક્યા છે. તેમનું બિઝનેસ ફૂડ, ફાઇનાન્સ, એનર્જી, કન્ટ્રકશન, ટૂરિઝમ અને ટ્રાવેલ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલું છે આ ઉપરાંત તેમણે ઇસ્તંબુલમાં બે વિશાળ એપાર્ટમેન્ટ 'મીના ટાવર્સ' બનાવ્યા છે.

Post Comments