Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અફઘાનિસ્તાનમાં બે જગ્યાએ તાલીબાની હુમલામાં ૧૫ સૈનિકો, ચાર પોલીસનો મોત

- કુન્દુઝમાં દહેશત એ આર્કમાં મિલિટ્રી સુરક્ષા પોસ્ટને ઉડાવી દેવાનો પ્રયાસ પણ કરેલો

કાબુલ, તા.૧૨ જુલાઈ 2018, ગુરુવાર

અફઘાનિસ્તાનમાં ઉત્તરીય પ્રાંત કુન્દુઝમાં આજે ફરી તાલીબાનો ત્રાટક્યા હતા અને ૧૫ સૈનિકોને મારી નાંખ્યા હતા. ઉપરાંત ફરાહા પ્રાંતમાં પણ હુમલો કરી ચાર પોલીસની હત્યા કરી હતી.કુન્દુઝમાં  દહેશત એ અર્ક જિલ્લામાં તાલીબાન આતંકીઓએ શેલ છોડી એક મિલિટ્રિ સુરક્ષા પોસ્ટને ઉડાડી દેવાનો પ્રયાસ કર્યો હતો, એમ સેનાના  પ્રવકતા મોહમ્મદ હનીફ રિઝાઇએ કહ્યું હતું. ૧૫ સૈનિકોના મોત ઉપરાંત તે ઘટનામાં ૧૩ સૈનિકો ઘવાયા હતા. આ હુમલો લગભગ ચાર કલાક સુધી ચાલ્યો હતો.

જો કે પ્રાંતની પરિષદના વડા યુસુફ ઐયુબીએ કહ્યું હતું કે મારનારાઓની સંખ્યા ૩૦ હોવી જોઇએ. આંકડાના એ ફેરને સમર્થમ મળ્યું નહતું. ફરાહામાં કરાયેલા હુમલામાં ગવર્નરના પ્રકવતા મોહમ્મદ નાસીર મેહરીએ કહ્યું હતું કે તાલીબાનો એ પોલીસ ચેકપોઇન્ટને નિશાન બનાવી હતી. અત્યાર સુધી તાલીબાનોએ કોઇપણ હુમલાની જવાબદારી સીધી નહતી, પરંતુ જાણકારોના મતે તાજેતરમાં આતંકીઓએ હુમલામાં કરેલો જોતાં આ હુમલા તેમના જ હોઇ શકે છે.

પ્રાંત અને અફઘાનિસ્તાનમાં અન્ય જગ્યાએ પણ તેમણે હુમલા કર્યા હતા. ફારાહના ખાક એ સદફ જિલ્લામાં ગઇ કાલે રસ્તા પર વિસ્ફોટ કરાયો હતો જેમાં બે મહિલાઓ અને એક નાના બાળક સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. એ જ દિવસે પૂર્વિય નંગરહાર જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થા પર આત્મઘાતી  હુમલા કરાયો હતો જેમાં ઓછામાં ઓછા દસ જણા માર્યા ગયા હોવાનું કહેવામાં આવ્યું હતું.

નંગરહાર જિલ્લામાં તાલીબાનો અને ઇસ્લામિક સ્ટેટ એમ બંનેના લડાકુઓ સક્રિય છે. પ્રમુખ અશરફ ગનીએ વાંરવાર  તાલીબાનોને શાંતિ મંત્રણા માટે આમંત્રણ આપ્યા હતા, પરંતુ દર વખતે તેઓ આમંત્રણને ફગાવી દે છે.

Post Comments