Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાતીય સતામણી સામે અવાજ ઉઠાવનારી મહિલા 'ટાઈમે'ની 'પર્સન ઓફ ધ યર'

- 'ધ સાઈલેન્સ બ્રેકર' એટલે કે અન્યાય સામે વિરોધ કરનારા સૌ કોઈનું સન્માન

- હોલિવૂડમાં હાર્વે વેઈનસ્ટાઈન દ્વારા થયેલું સ્ત્રી-શોષણ બહાર આવ્યા પછી મુદ્દો વિશ્વભરમાં  ચગ્યો હતો : સોશિયલ મીડિયામાં #MeToo હેશટેગ સાથે ચર્ચા ચાલી હતી

ન્યુયોર્ક, તા.૬ ડિસેમ્બર 2017, બુધવાર

અમેરિકાના ટાઈમ મેગેઝિને આજે પર્સન ઓફ ધ યર તરીકે સાઈલેન્સ બ્રેકર મહિલાઓને જાહેર કર્યા હતા. એટલે કે વિશ્વભરમાં એવા લોકો જેમણે જાતીય સતામણી સામે અવાજ ઉઠાવ્યો હતો. આવી સતામણી સહન કરનારા સૌ કોઈમાં મોટેભાગે યુવતી-મહિલાઓનો સમાવેશ થાય છે. પરંતુ કેટલીક મહિલાઓએ અન્યાય સહન કરવાને બદલે અવાજ ઉઠાવવો શરૃ કર્યો હતો.

હોલિવૂડના પ્રોડયુસર હાર્વે વેઈનસ્ટાઈન દ્વારા અનેક મહિલાઓ-અભિનેત્રીઓનું શોષણ કરવામાં આવ્યું છે. આ મુદ્દો ૨૦૧૭માં ચર્ચાનું કારણ બન્યો હતો. વિશ્વભરમાં સોશિયલ મીડિયા પર એ પછી #MeToo એવા હેશટેગ સાથે ચર્ચા આરંભાઈ હતી. પછી તો ઘણી મહિલાઓે પોતાની કરિયક કે સમાજ શું કહેશે તેની પરવા કર્યા વગર પોતાની સાથે થયેલી સતામણી સામે અવાજ ઉઠાવ્યો હતો.

ઓક્ટોબર માસમાં એલિસા મિલાનો નામની યુવતીએ શરૃઆત કર્યા પછી એ ઝૂંબેશ આખી દુનિયામાં ચાલી હતી. માટે આ ઝૂંબેશને જ ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર જાહેર કરી દેવાઈ છે. દર વર્ષે વિશ્વભરમાં નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિને ટાઈમ મેગેઝિન પર્સન ઓફ ધ યર જાહેર કરે છે. પરંતુ કેટલીક વખતે વ્યક્તિને બદલે કોઈ સમૂહ કે સંગઠન કે અન્ય ચીજને પણ પર્સન જાહેર કરવામાં આવે છે.
મી ટુ એટલે કે હું પણ આવા અન્યાયનો ભોગ બની ચૂકી છું, એમ કહેવા માંગતી હોય એવી દુનિયાભરની યુવતીઓ આ ઝૂંબેશ પછી એક પ્લેટફોર્મ પર આવી હતી. એલિસાએ પોતાની ફેસબૂક અને ટ્વીટરની પોસ્ટમાં લખ્યું હતું કે જો તમે ભોગ બન્યા હોય તો મી ટુ લખીને તમારી વાત શેર કરો. એ પછીની ૪૮ કલાકમાં જ દસેક લાખ લોકોએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. એ રીતે આ ઝૂંબેશ જાતીય સતામણી સામે જાગૃત્તિ કેળવવામાં મહત્ત્વની સાબિત થઈ હતી.

ટાઈમના એડિટરે આ પસંદગી પછી કહ્યું હતું કે છેલ્લા દાયકામાં અમે જોયેલી ઝૂંબેશમાં આ ઝૂબેશ સૌથી વધુ ઝડપે આગળ વધતી હતી. સાયમિકે આ વાત દર્શાવવા કુલ ચાર મહિલાઓને કવર પર સ્થાન આપ્યું છે. તેમાંથી એક એશ્લે જૂડ છે, જેણે સૌથી પહેલી વખત હાર્વે સામે અવાજ ઉઠાવ્યો હતો. એ ઉપરાંત પોપ સિંગર ટેલર સ્વીફ્ટ, મેક્સીકોની એક સ્ટ્રોબરી વિણનારી મહિલા ઈસાબેલ અને ઉબેરના સીઈઓ સામે ફરિયાદ ઉઠાવનારી સુસાન ફ્લોવરને સ્થાન આપવામાં આવ્યુ છે.

જોકે સામયિકે અંદર સ્પષ્ટતા કરી છે કે આ ચાર ચહેરા કંઈ વિશેષ નથી, પરંતુ એ આખી દુનિયાની પીડિત મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે. બાકી તો આખી દુનિયામાં જેમણે અવાજ ઉઠાવ્યો એ સૌ કોઈ અમારા હીરો છે. આ વખતના પર્સન ઓફ ધ યરની સ્પર્ધામાં ચીની પ્રમુખ જિનપિંગ અને અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પણ હતા. ૧૯૨૭થી ટાઈમ મેગેઝિન આ રીતે પર્સન જાહેર કરતું આવે છે. આ પહેલા ૨૦૧૧માં કોઈ વ્યક્તિને બદલે આરબ દેશોમાં ક્રાંતિની શરૃઆત કરનારા ટોળાંને જ્યારે ૨૦૧૪માં એબોલા મહામારી સામે લડનારા લોકોને પર્સન જાહેર કરવામાં આવ્યા હતા.

Post Comments