Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શું તમે ઓછું પાણી પીઓ છો? તો પાણી મેળવવા કરો આ ફ્રૂટ્સનું સેવન

- શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે ફળ, શાકભાજી અને જ્યુસનું સેવન કરી શકો છો

- જાણો, કયાં કયાં ફળના સેવનથી શરીરને પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહેશે

અમદાવાદ, તા. 12 મે 2018, શનિવાર 
 
પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી શરીરના ઝેરી પદાર્થ સરળતાથી બહાર નિકળી જાય છે અને બિમારીઓથી બચી શકાય છે. જરૂરી નથી કે શરીરને પાણી પૂરું પાડવા માટે માત્ર પાણી જ પીવું જોઇએ. તમે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે ફળ, શાકભાજી અને જ્યુસનું પણ સેવન કરી શકો છો. જાણો, શરીરને પાણી મળી રહે તે માટે કયા-કયા ફળનું
સેવન કરવું જોઇએ. 
 
1. તરબૂચ : 
તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે હોય છે. ગરમીઓમાં તેને ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને ડિહાઇડ્રેશનની સમસ્યાથી રાહત મળે છે. તેનાથી શરીર ફિટ અને સ્વસ્થ રહે છે. 
 
2. સ્ટ્રોબેરી : 
સ્ટ્રોબેરીમાં પણ ભરપૂર માત્રામાં પાણી હોય છે. સ્ટ્રોબેરીના સેવનથી પણ પાણીની કમી રહેતી નથી. આ ઉપરાંત તેમાં વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફૉલિક એસિડ, ફૉસ્ફરસ, પૉટેશિયમ અને ફાઇબર વગેરે પોષકત્તત્વ હોય છે. સ્ટ્રોબેરી ઉંમર વધવાના પ્રભાવને અટકાવે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 
 
3. ટેટી 
ટેટી ગરમીઓમાં ખવાતું સીઝનક ફ્રૂટ છે. આ પણ પાણીનો સારો સ્ત્રોત છે. ગરમીઓમાં પરસેવાને કારણે શરીરમાંથી પોટેશિયમ બહાર નિકળી જાય છે. જેની પૂર્તિ માટે તમે ટેટીનું સેવન કરી શકો છો. કારણ કે તેમાં પૉટેશિયમ સારા એવા પ્રમાણમાં હોય છે. ટેટી સ્કિન પ્રોબ્લેમથી લઇને કેન્સર જેવા ઘાતક રોગને દૂર કરવામાં મદદ કરે છે. 
 
4. પીચ 
પીચમાં લગભગ 88 ટકા પાણી હોય છે. તેને ખાવાથી પણ ડિહાઇડ્રેશનની સમસ્યા દૂર થાય છે. પીચમાં ફાઇબર, પૉટેશિયમ, ફોલેટ, આર્યન, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ વગેરે જેવા તત્વ હોય છે. તેને ખાવાથી જાડાપણું, હૃદય રોગ, ડાયાબિટીસ વગેરે જેવી બિમારીઓ દૂર રહે છે. 
 
5. અનાનસ :
અનાનસ પાણી માટે ખૂબ જ ઉત્તમ ફળ છે. તેનો જ્યુસ પીવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નિકળે છે અને તે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. 

Post Comments