Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિવ્યાંગો સરળતાથી કોમ્યુનિકેશન કરી શકે તેવા ગ્લવ્ઝ બનાવ્યાં

સ્ટુડન્ટસે દિવ્યાંગો સહેલાઇથી કોમ્યુનિકેશન કરી શકે તેવા ગ્લવ્ઝ બનાવ્યાં

દિવ્યાંગોની ઘણી સમસ્યાઓમાંથી કોમ્યુનિકેશનની સમસ્યાને સૌથી મોટી ગણી શકાય છે. કારણ કે, કોમ્યુનિકેશન ન કરી શકવાનાં કારણે તેમને બીજી કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજના સ્ટુડન્ટસે દિવ્યાંગો સહેલાઇથી કોમ્યુનિકેશન કરી શકે તેવા ગ્લવ્ઝ બનાવ્યાં છે.

ગ્લવ્ઝ દ્વારા દિવ્યાંગો હાથનાં હલન ચલન દ્વારા કોમ્યુનિકેશન કરી શકશે. ગ્લવ્ઝનું કનેક્શન એક ડિસપ્લે સાથે હશે, જે ડિસપ્લેમાં સામેની વ્યક્તિ શબ્દો જોઇ શકશે. સ્ટુડન્ટે કહ્યું કે, તેઓએ જ્યારે એક દિવ્યાંગ સ્કૂલની મુલાકાત લીધી ત્યારે એક દિવ્યાંગ બાળકીને સાથે વાત કરવી હતી પરંતુ શારિરીક અસક્ષમ હોવાથી તે બોલી શકી નહોતી. તેની પરિસ્થિતિ પરથી આ ડિવાઇસ બનાવવાનો વિચાર આવ્યો હતો.

આગામી સમયમાં ભાષા અને શબ્દોનો ડેટાબેઝ વધશે

વર્તમાન સમયમાં અમે આ ડિવાઇસને વધારે લોકો સુધી પહોંચાડવા માટે રોજિંદા જીવનમાં ઉપયોગી શબ્દોને ડેટાબેઝમાં સમાવેશ કર્યો છે. હાલમાં માત્ર તેમાં અંગ્રેજી ભાષા જ સપોર્ટ કરે છે પરંતુ આગામી સમયમાં અમે વધારે ઉપયોગી શબ્દો અને કેટલીક રિઝનલ ભાષાઓ પર પ્રયોગ કરીશું. જેનાં દ્વારા દિવ્યાંગો સહેલાઇથી બીજી ભાષામાં પણ કોમ્યુનિકેશન કરી શકશે. - દિવ્યાંશી, નેહલ, શ્રુતિ, દિવ્યાંશા

ગ્લવ્ઝમાં જેસ્ચર મોશન સેન્સરનો ઉપયોગ કરાયો છે

કોમ્યુનિકેશન માટે ગ્લવ્ઝમાં જેસ્ચર મોશન સેન્સરનો ઉપયોગ કરાયો છે. સેન્સર વ્યક્તિનાં હાથનાં હલન ચલનનાં કોડિંગ અનુસાર કામ કરે છે. ડિવાઇસનાં ડેટાબેઝમાં હાથનાં દરેક મોશનનો જૂદો શબ્દ મુકાયો છે. તેથી દિવ્યાંગોનાં હાથનાં હલન ચલનને સહેલાઇથી એક શબ્દ તરીકે ડિસપ્લેમાં રજૂ કરીને અવાજ તરીકે રજૂ કરી શકે છે.

Post Comments