Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લોકો એવરેસ્ટ સર કરે છે ૫રંતુ મેં ગુજરાતના ૨૧ ડુંગર સર કર્યા છે

- સૌંદર્યથી ભરપૂર અને કુદરતના અફાટ ખજાનાની શોધ કરવા

શોખનો વિષય હોય ત્યાં લોકો પૈસા કે ઉંમર જોતા નથી પરંતુ પોતાના મનને આનંદ આપવા શોખના વિષય તરફ હંમેશા પ્રયાણ કરવાનું માનતા હોય છે અને આવો જ શોખ ગુજરાત યુનિવર્સિટીના યુવક કલ્યાણ વિભાગમાં મદદનીશ નિયામક તરીકે ફરજ બજાવતા ડૉ. વી.કે. ચાવડાને છે. તેઓને જંગલ અને પર્વતોમાં ફરવાનું અને ટ્રેકિંગનો શોખ છે. આ શોખના લીધે તોએ છેલ્લા એક વર્ષમાં  ગુજરાતના ૨૧ પર્વતોનું ચઢાણ કર્યું છે.

આ અંગે તે કહે છે કે ૨૧માંથી  કેટલાક ખ્યાતનામ છે જ્યારે કેટલાક ઓછા જાણીતા પર્વતો છે. છતાં પણ દરેક પર્વતનું નિજીપણું તો છે જ. ગિરનાર પર્વત ગુજરાતના પર્વતોમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતો હિમાલય કરતા પણ જૂનો પર્વત છે. ગબ્બર, ઈડરનો ડુંગર, તારંગા, ગિરનાર, ઓસમ, દાતાર, ચોટીલા, ભુજિયો ડુંગર, ધીણોધર, શેત્રુંજય જેવા પર્વતો પર સીધા જ પગથિયાંથી ચઢાણ કરી શકાય છે. ડોશીમાનો ભાખરો, જેસોર, બરડો (આભાપરા), નવનાથધુણા, કનડા ડુંગર, પાવાગઢ જેવા પર્વતો પર કેડીઓના રસ્તે પગપાળા ટ્રેકિંગ કરી ચઢાણ કરી શકાય છે. કાળો ડુંગર, રતનમહાલ, સાપુતારા, ડોન, વિલ્સન હિલ પર્વતો પર મોટર માર્ગે છેક ઉપર સુધી જઈ શકાય છે. સૌથી અઘરું અને કપરું ચઢાણ નવનાથધુણાના પર્વતનું છે.

કેટલુંક ચઢવાનું તથા ઉતરવાનું ફક્ત બેસીને જ ફરજિયાત પણે કરવું પડે તેવું વિકટ છે. રોક ક્લાઈમ્બિંગની શ્રે સાઈટો આ પર્વત પર જોવા મળે છે. તદ્દઉપરાંત ગિરનાર, દાતાર, જેસોર જેવા પર્વતોમાં પણ નાની મોટી ક્લિફોમાં રોક ક્લાઈમ્બિંગ કરવાની ઉત્તમ તકો રહેલી છે. નવનાથધુણા, ગિરનાર, દાતાર, જેસોર, ડોશીમાનો ભાખરો, પાવાગઢ જેવા પર્વતોમાં માઉન્ટેનિયરીંગ માટેની પ્રવૃત્તિઓ થઈ શકે તેવી ઘણી બધી સાઈટો જોવા મળે છે.

મોટાભાગના બધા જ પર્વતો પર ટ્રેકિંગની પ્રવૃત્તિઓ થઈ શકે તેમ છે. સૌંદર્યથી ભરપૂર અને કુદરતના અફાટ ખજાના સમા જેસોર પર્વતના ચઢાણ દરમિયાન  રસ્તામાં મોટાં મોટાં વડલાના વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળ્યા, જે  બીજા પર્વતો પર ક્યાંય જોવા મળતા નથી. મૃઆ પર્વતો પૂર્ણ થયા છે જેથી આવતા વેકશનમાં અથવા તો મને મળતી રજાઓમાંથી હું હિમલય તરફ પ્રયાણ કરવાનું પ્લાનીંગ બનાવી રહ્યો છું.
 

Post Comments