Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે બસમાં ટિકિટ લેવાની જરૃર નહીં પડે !

- 'સ્માર્ટ ટિકિટિંગ સિસ્ટમઃ એન્ડ્રોઈડ એપ'

- પર્યાવરણનું જતન થશે

વિશ્વકર્મા ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યૂટર એન્જિનિયરિંગના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસ કેવલ પુરોહિત, સંકેત વેકરિયા, ધારા બોડા, ઉર્જિત દવે, પ્રણવ ગોટી અને પુર્વિત મહેતાએ ક્યુ.આર.કોડ આધારિત 'સ્માર્ટ ટિકિટિંગ સિસ્ટમ-એન્ડ્રોઈડ એપ' વિકસાવી છે. જે ડિજિટલ અને કેશલેસ ઝુંબેશને અનુલક્ષીને બનાવવામાં આવી છે. આ એપ અંગે વાત કરતા સ્ટુડન્ટ્સ કહે છે કે, આ પ્રકારની સિસ્ટમ અપનાવવામાં આવે તો સિટીબસમાં ટિકિટ ખરીદવાની અને સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે.  આ સિસ્ટમ મોબાઈલ એપ અને ક્યુઆર કોડ આધારિત હોવાથી ટિકિટ ખરીદવા કરવા તેમજ ચેક કરવા માટે થતાં માનવશ્રમ સામે ફુલ્લી ઓટોમેટિક અનએ ડિજિટલ વિકલ્પ પૂરો પાડે છે. આ સિસ્ટમ મોબાઈલ આધારિત હોવાથી અન્ય કોઈ હાર્ડવેરની પણ જરૃર રહેતી નથી. કંડક્ટરને ટિકિટ માટેના કોઈ સાધનો પણ લઈને ફરવાની જરૃર રહેશે નહીં. સિસ્ટમના કેશલેસ પાસા વિશે વાત કરતા તેઓ કહે છે કે, આ એપમાં ઇન બિલ્ટ વોલેટ સુવિધા, આધારકાર્ડ ડેટાબેઝ દ્વારા થતી ઓળખ અને કેશલેસ પેમેન્ટ આ સિસ્ટમને સક્ષમ, સરળ અને સુલભ બનાવે છે.

પર્યાવરણનું જતન થશે
ક્યુઆર કોડ સ્કેન કરવાથી યુઝરની લોકેશન સ્ટોર થશે. યુઝરે ફક્ત આ કોડને બસમાં ચઢતી અને ઉતરતી વખતે સ્કેન કરવાનો રહેશે. પહેલું અને છેલ્લું લોકેશન પરથી ભાડુ નક્કી થશે. જે ફ્લેક્સિબલ ટિકિટનો વિકલ્પ પૂરો પાડશે. જેથી ટિટિકપ્રથાને પણ વિદાય આપી શકાશે અને સાથે સાથે પર્યાવરણનું પણ જતન થશે.

Post Comments