Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ જશવંત ઠાકરની ૧૦૧મી જન્મ જયંતી

ગુજરાતી રંગભૂમિના ભીષ્મ પિતામહ, નાટયચાર્ય, નટ સમ્રાટ તથા જ.ઠાના હુલામણા નામથી જાણીતા જશવંત ઠાકર પ્રભાવશાળી નટ, દિગ્દર્શક, લેખક, ચિંતક, ક્રાંતિકારી ડાબેરી વિચારધારા ધરાવનાર રાજકીય સામાજિક કર્મશીલ, નાટયકલાના વિદ્વાન હતા. તેમનો જન્મ ૫ મે ૧૯૧૫માં ખેડા જિલ્લાના મહેળાવ ગામે થયેલો. રાષ્ટ્રીયભાવનાથી રંગાયેલા તેમણે ખાદીની ટોપી પહેરવા બદલ ૭ કોરડાની સજા ભોગવેલી અને ૧૬ વર્ષની ઉંમરે અંગ્રેજો વિરુદ્ધ 'સિતમની ચક્કી' નવલકથા લખવા માટે વોરંટ છૂટતા ભૂગર્ભમાં ચાલ્યા જવું પડેલું. ૧૯૩૨ થી ૧૯૪૨ દરમિયાન થયેલા જેલવાસ દરમિયાન તેમણે જેલમાં બેસી નાટય શિક્ષણનો અભ્યાસ કર્યો. જેલમાંથી બહાર આવ્યા પછી તેમણે નવી રંગભૂમિ ચળવળની શરૃઆત કરી અને ઇપ્ટા ગુજરાત ચેપ્ટર- લોક નાટયસંઘના કર્તા બન્યા. તેમણે ગુજરાતમાં તેમને વડેરા મ.સ. યુનિમાં, હ.કા આર્ટસ કોલેજમાં અને ગુજરાત કોલેજમાં -એમ ત્રણ ડ્રામા કોલેજની સ્થાપના કરીને આખા ભારતમાં પ્રથમ નાટય શિક્ષણના કોર્ષની શરૃઆત કરી.

દસ હાજરથી વધુ વિદ્યાર્થીઓને નાટયકળાની તાલીમ આપી ગુજરાતમાં તૈયાર કર્યા. પોતાની નાટય સંસ્થા ભારત નાટયપીઠમાં તેમણે ૧૫૦ ત્રિઅંકી નાટકો ભજવ્યા, નાટયતાલીમ પર ૭ પુસ્તકો લખ્યા, ૧૪ મૌલિક નાટક લખ્યા, દુનિયાના શ્રે નાટયકારો- શેક્સપિયર, ઈબસન, ચેખોવ, લોરકા, પ્રીસ્ટલી મોલિયેર પીનેરો કાલિદાસ, રવીન્દ્રનાથ ટાગોર, શરદબાબુ જેવાના કુલ ૨૧ નાટકના તેમણે અનુવાદ કર્યા. ઈ.સ -૧૯૪૮ થી ૧૯૫૦ નાટય શિક્ષણને પ્રચલિત બનાવવા તેમણે 'નાટક' નામનું મેગઝીન કાઢયું અને તેનું તંત્રીપદ સાંભળ્યું. નાટક વિષય પર ગુજરાતી ભાષામાં આ પહેલું મેગઝીન હતું.ગુજરાતી રંગભૂમિમાં તેમણે કરેલા પ્રદાન બદલ તેમને સંગીત નાટક અકાદમી -ગુજરાત રાજ્ય અને દિલ્હી, રણજિતરામ સુવર્ણ ચંદ્રક, લેનિન એવોર્ડ, પ્રોગ્રેસીવ લેખક મંડળ પારિતોષિક જેવા અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા. ઈ.સ.૧૯૯૧ ને ૨૪મી ડિસેમ્બરે તેમનો દેહાંત થયો.

આજે ૧૦૦ વરસ પછી પણ ગુજરાત તેમને નટ -સમ્રાટના નામથી ઓળખે છે. તેમની યાદમાં તેમની દીકરીએ જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશનની સ્થાપના ઈ.સ.૨૦૦૫માં કરી. આ ટ્રસ્ટ અમદાવાદ, ગુજરાત, રાષ્ટ્રીય અને અંાતર રાષ્ટ્રીય સ્તરે સફળતાપૂર્વક મૌલિક નાટકોનું મંચન, નાટય તાલીમ અને નાટય પ્રવૃત્તિનું કાર્ય કરે છે.
 

Post Comments