Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નદીના એક ભાગમાં વેક્યુમ મશીન મૂકી કચરો સાફ કરી શકાશે

કાઇઝેન-૨૦૧૮માં એન્જિનિયરિંગનાં ૧૬૦૦ સ્ટુડન્ટસનાં ૫૩૯ પ્રોજેક્ટ ડિસપ્લે થયા

સરકાર જ્યારે ગંગા અને બીજી કેટલીક મોટીની નદીની સફાઇ કરવાની માત્ર વાતો કરે છે, ત્યારે એલ.ડી. એન્જિનિયરિંગમાં ચાલતી 'કાઇઝેન-૨૦૧૮'માં વેક્યુમ મિકેનિઝમ પર ચાલતું નદીનો કચરો સાફ કરવાનું મશીન તૈયાર કર્યું છે.વેક્યુમ મિકેનિઝમ હોવાથી કચરો એકત્રીત કરવા નદીમાં ફરવું પડતુ નથી. કચરો આપોઆપ મશીનમાં આવી જાય છે. કાઇઝેન ઇવેન્ટનું આયોજન એલ.ડી. એન્જિનિયરિંગ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. જેમાં ફાઇનલ યરનાં સ્ટુડન્ટસનાં પ્રોજેક્ટ ડિસપ્લે કરાય છે. કાઇઝેન-૨૦૧૮માં એન્જિનિયરિંગનાં ૧૬૦૦ સ્ટુડન્ટસનાં ૫૩૯ પ્રોજેક્ટ ડિસપ્લેમાં મુકવામાં આવ્યાં છે.

 

 સ્ટુડન્ટસ દ્વારા નદીની સફાઇ કરવા માટે વેક્યુમ પ્રેશર મશીન તૈયાર કરાયુ

મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં ચાર સ્ટુડન્ટસ દ્વારા નદીની સફાઇ કરવા માટે વેક્યુમ પ્રેશર આધારીત મશીન તૈયાર કરાયું છે. મશીન બોટ સાથે જોડીને નદી અને તળાવમાં કોઇપણ જગ્યાએ લઇ જઇ તે વિસ્તારની સફાઇ સહેલાઇથી કરી શકાય છે.

વેક્યુમથી પાણી ખેંચાતું હોવાથી મશીન દ્વારા એક જગ્યાએથી જ કચરો એકત્રીત કરી શકાશે. સ્ટુડન્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલું મશીન 25 મીટરના એરીયામાં રહેલા કચરાને એકત્રીત કરે છે. ઉપરાંત મશીનમાં રહેલી જાળીમાં 10 કિગ્રા જેટલો કચરો સમાવી શકાય છે. મોટા સ્કેલ પર મશીનનો વ્યાપ વધારી નદી અને તળાવ માટે ઉપયોગમાં લેવાથી મેનપાવરનો ખોટો ઉપયોગ ઘટાડી શકાય છે.

 

વ્યક્તિ એક કલાકમાં ૫૦૦૦ સ્કેવર મીટર જેટલી જગ્યામાં સફાઇ કરી શકે

હ્યુમન ફોર્સનો ઉપયોગ કરી સિમેન્ટ રોડ અને ઇન્ડસ્ટ્રીઝમાંથી વેસ્ટની સફાઇ કરતું મશીન કાઇઝેનમાં ડિસપ્લે કરાયું હતું. એક સામાન્ય ટ્રાઇસિકલમાં નીચેના ભાગમાં એક મોટા બ્રસ દ્વારા ૫૦ લિટરની ક્ષમતાની પેટીમાં કચરો એકત્રીત કરાય છે.

મશીન દ્વારા એક વ્યક્તિ એક કલાકમાં ૫૦૦૦ સ્કેવર મીટર જેટલી જગ્યામાં સફાઇ કરી શકે છે. ટ્રાઇસિલક દ્વારા ત્રણ વ્યક્તિનું કામ એક વ્યક્તિ દ્વારા કરી શકાય છે.

 

પેશન્ટની શારીરિક માહિતી ઓનલાઇન ડૉક્ટર સુધી પહોચશે

ઇન્સ્ટ્રુમેન્ટલ કન્ટ્રોલ વિભાગની ત્રણ સ્ટુડન્ટસ દ્વારા આઇ.ઓ.ટી. આધારિત આઇ.સી.યુ. પ્રોજેક્ટ ડિસપ્લે કરાયો હતો. જેમાં તેમના દ્વારા બનાવાયેલી સર્કિટ દ્વારા પેશન્ટની દરેક પળની માહિતી ઓનલાઇન સાઇટ પર અપલોડ થશે. જેના દ્વારા પેશન્ટ દૂર હોવા છતા તેની તબિયતની માહિતી ડૉક્ટર અને ફેમેલી મેમ્બરને ઓનલાઇન મળી રહેશે. આઇ.ઓ.ટી. સિસ્ટમ બેઝ્ડ ટેક્નિક દ્વારા ક્રિટીકલ પરિસ્થિતિમાં પેસન્ટની જિંદગી બચાવી સહેલી બની રહેશે.

Post Comments