Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈમોશનલ હેન્ગઓવર એટલે શું?

શું તમારી સાથે એવું બન્યું છે કે તમારી સાથે થયેલી કોઈ દુખદાયક ઘટના દિવસો સુધી તમારા દિલોદીમાગ પરથી હટવાનું નામ જ ન લે? તમે ભલેને તમારી જાતને અન્ય વસ્તુઓ તરફ વાળવાની કોશિષ કરો, દુખની લાગણી તમારો પીછો જ ન છોડે?  જો તમારો જવાબ હા માં છે તો તમે ઈમોશનલ હેન્ગઓવરનો ભોગ બન્યા છો.

તાજેતરમાં રજૂ કરાયેલા એક સ્ટડી મુજબ  તમારા હદયને દુભવી ગયેલી ઘટનાઓ વખતે તમે જે લાગણીઓનો અનુભવ કર્યો હોય એ લાગણીઓ લાંબો સમય સુધી તમારા મન પર હાવી રહે છે. તમે ભલેને એ લાગણીઓથી છુટવાનો ગમે એટલો પ્રયત્ન કરો, પણ એ પ્રયત્નો સક્સેસફૂલ થતા નથી.

એટલે ભવિષ્યમાં જો તમે આ પ્રકારના ઈમોશનલ હેન્ગઓવરનો ભોગ બનો તો તમારી જાતને દોષ ન આપશો.

Post Comments