Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં જૈન સાહિત્ય જ્ઞાન સત્ર યોજાશે

- પહેલી જ વાર વિવિધ સ્થળેથી ૫૦ વિદ્વાનના પ્રવચનો સાથે પંદરમાં જ્ઞાાનસત્ર ૧૮ અને ૧૯ ફેબુ્રઆરીએ ગુજર

અમદાવાદમાં ચાલતી જૈન સાહિત્ય જ્ઞાાનસત્રની પ્રવૃત્તિ વધુને વધુ વિકાસ પામી રહી છે અને હવે પહેલી જ વાર અમદાવાદ અને ગુજરાતના વિવિધ સ્થળોએથી આવેલા ૫૦ વિદ્વાનના પ્રવચનો સાથે પંદરમા જ્ઞાાનસત્રનું આગામી ૧૮ અને ૧૯ ફેબુ્રઆરીએ ગુજરાત વિશ્વકોશ ભવનમાં આયોજન કરવામાં આવશે. આ સમારંભના પ્રમુખપદે જૈન ધર્મદર્શનના પ્રસિદ્ધ વિદ્વાન ડા. કુમારપાળ દેસાઈ રહેશે. આ જ્ઞાાનસત્રની વિશેષતા એ છે કે જૈન ધર્મ અને જુદા જુદા ધર્મમાં આવેલી વિનય ધર્મની ભાવના વિશે ૨૨ જેટલા વિદ્વાન વક્તવ્ય આપશે અને એ પછી વર્તમાન સમયમાં શિક્ષણની રૃપરેખા, તપોવન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ, આદર્શ પાઠશાળા અને જૈન શિક્ષણ દ્વારા ધર્મમૂલ્યો વિશે જુદા જુદા કેળવણીકારો, વિદ્વાનો અને પાઠશાળા સાથે સંકળાયેલાં ૧૯ જેટલાં અભ્યાસી એમનાં વિચારો પ્રગટ કરશે.

આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન જૈન ધર્મના લેખક અને ચિંતક ગુણવંત બરવાળિયા કરી રહ્યા છે અને તે સૌરાષ્ટ્ર કેસરી પ્રાણ ગુરુ જૈન થિયોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર દ્વારા ડા. રતનબેન ખીમજી છાડવાના સહયોગથી યોજાશે. ઇંગ્લેન્ડના જૈન ધર્મના અભ્યાસી ડા. વિનોદ કપાસીના જૈન ધર્મ જ્ઞાાનસાગર અને અમેરિકાના સ્વાધ્યાયકાર ચન્દ્રકાન્ત મહેતા ના 'શ્રી તત્ત્વાર્થભિગમ સૂત્ર' ગ્રંથનું પં. શ્રી ધીરજલાલ મહેતા વિમોચન કરશે.

બે દિવસ દરમિયાન ખાસ આ મુદ્દાઓ પર ચર્ચા થશે

-ધર્મના પ્રવર્તમાન પ્રવાહોની સમિક્ષા કરતો આ પરિસંવાદ છે.

-વિષયો પ્રાચીન રાખવાના બદલે વર્તમાન સમયમાં જેની જરૃર છે તેવા વિષયો પર વાત કરાશે.

-આ પરિસંવાદમાં સ્વામિનારાયણ ઈસ્લામ હિન્દુ ખ્રિસ્તી બૌદ્ધ ધર્મના અને પંથના લોકો પોતાના ધર્મની વાત કરશે.


-જ્ઞાન સત્રમાં એક સાથે ૭ પુસ્તકનું વિમોચન
 

Post Comments