Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મીંરાબાઈએ રાજપુત કુળના હોવા છતાં સંઘર્ષ કરીને પણ કૃષ્ણ પ્રાપ્તીનો માર્ગ ન છોડયો

મધ્યકાલીન યુગ અને મધ્યકાલીન યુગપ્રતિનિધિ સર્જક આદ્યકવિ નરસિંહ મહેતાથી દયારામ વિશે જવાહર બક્ષીએ 'લટકો સવા લાખનો' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું

ગુજરાતી ભાષા સાહિત્યના ભાવકો અને ચાહકો માટે ૨૦થી ૨૪ માર્ચે દરમિયાન સાંજે ૬ કલાકે આત્મા હોલ આશ્રમ રોડ ખાતે સાહિત્ય-પંચામૃત નામના કાર્યક્રમનું કરવામાં આવ્યું છે. જેમાં મધ્યકાલીન યુગ, સુધારકયુગ, પંડિતયુગ, ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ અને અનુઆધુનિક વિશે અને દરેક યુગના સર્જકો વિશે ઉંડાણથી જાણીતા કવિઓ કવિતાનો પાઠ અને ગદ્યખંડોનું પઠન કરી રહ્યા છે.

ગઈકાલે પ્રથમ દિવસે જવાહર બક્ષીએ નરસિંહ મહેતાથી દયારામ સુધીના ૮૫૦ વર્ષની સફરની વાત કરી હતી. તેઓએ વાત કરતા કહ્યું કે  અગીયારમી સદીના પ્રારંભમાં વિદ્વવાનોએ સંસ્કૃત પ્રકૃતમાંથી પરિવર્તન કરતા ૨૭ અપભ્રંશો નોંધ્યા છે તેમાંથી નાગર, અપભ્રાંશ, ગૌર્જર અપભ્રાંશ જેવી ભાષાઓ માંથી ગુજરાતી ભાષા બની છે મધ્યકાલીન યુગ હેમચંદ્રાચાર્યથી દયારામ સુધીના ૮૫૦ વર્ષ ગણાય છે.

આમ મુખ્ય બે ભાગ પડે છે જેમાં હેમચંદ્રચાર્ય થી નરસિંહ મહેતા સુધી અને બીજો નરસિંહ મહેતાથી દયારામ સુધી, ૧૪૦૪ની આસપાસ નરસિંહ મહેતાનો જન્મ થયો અને દયારામનું મૃત્યુ ૧૮૫૫માં થયું એમ મુખ્ય બે ભાગ છે. આ સમયગાળા દરમિયાન પાંચ મોટા કવિઓ છે  નરસિંહ મહેતા ૧૫મી સદીની શરુઆત, મીરાંબાઈ ૧૬મી સદીની શરુઆતમાં અખો ૧૭મી સદીની શરુઆતમાં જ્યારે પ્રેમાનંદ ૧૬૪૦  અને છેલ્લે દયારામ ૧૭૭૨-૧૮૫૫માં થઈ ગયા. 

આ કવિઓએ ભક્તિપ્રદાન રચના કરી છે એમાં અનેક પ્રકારો અને ખાસ કરીને પ્રેમાનંદે આખ્યાન અને કથાકાર પ્રકાર કર્યું છે જ્યારે નરસિંહ મહેતાને કૃષ્ણનો સાક્ષાતકાર થયો અને રાસલીલાના દર્શન થયા તો તે પોતે કહે છે કે મારામાં ઋુષીની વાણી જાગૃત અને નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો છે જેવા પદ્દ આપ્યા.

નરસિંહએ ભક્તિ અને શૃગાંરના પદ્દો પણ લખ્યા તેમના ૮૦૭ પદ્દમાંથી ૪૭૩ પદ્દ શૃગારના છે અને શૃંગારમાં તેમની આધ્યત્મિકતા નિખરી આવી છે ઋુષી વાણીના કારણે તેમના ગુઠ્ઠ રહશ્યો અમુક કવીતામાં આજ સુધી પકડી શકાયા નથી. જેમ કે જળ કમળમાં કવિતામાં વાત કમળની છે અને વાત નાગણ સાથે થાય છે તેમાં તેઓએ એક એક કમળને ખોલીને બતાવ્યું છે. 

નરસિંહને બહું ધ્યાનથી વાંચવો પડે એમ છે. જ્યારે  મિરાબાઈ રાજપુત કુળમાં સંઘર્ષ સાથે કૃષ્ણ પ્રાપ્તીનો માર્ગ ન છોડયો તે તેમની અન્યન્યતા, કૃષ્ણપ્રિતી અને સંઘર્ષ કરવીની પ્રતિક્ષા મુખ્ય છે.  અખાએ જ્ઞાાનના પદ્દો તો લખ્યા પણ તે કબીરથી પ્રભાવીત હતા અને છપ્પાઓ લખ્યા તેઓએ પરમાત્મા તરફ વળવાની વાત કરી છે.  જ્યારે દયારામે પદ્દો આપ્યા તેને બંસી બોલનો કવી કહેવાય છે

Post Comments