Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાયોડિગ્રેડેબલ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સ્વસ્થ ભારતનું શમણું સેવ્યું

ફેણી ત્રિવેદીએ બાયોડિગ્રેડેબલ વેસ્ટ મેનેજમેન્ટ કરી વાતાવરણને શુદ્ધ કરવાનું શરૃ કર્યું

તમે ક્યારેય પીરાણાં પાસેથી પસાર થાવ ત્યારે ત્યાં તમને કચરાના ડુંગરો દેખાય અને તેમાંથી આવતી તીવ્ર વાસથી બચવા માટે નાકને રૃમાલથી ઢાંકી દઇએ. આ દુર્ગંધ બદલ મનોમન કોર્પોરેશનને ન કહેવાનું કહી આગળ નીકળી જઇએ. પણ દેશના એક નાગરિક તરીકે એમાં આપણાથી બનતું કરવા વિશે ક્યારેય વિચાર્યું છે ખરું! 'એમાં આપણે શું કરી શકીએ?' એવા પ્રશ્ન સાથે આપણે આંખ આડા કાન કરીએ છીએ. પણ હકીકતમાં જો ઘરમાં કચરાપેટીમાં નાંખવામાં આવતાં કચરા પર થોડું ધ્યાન આપવામાં આવે તો વધતા જતાં કચરાના ઢગલા બંધ થઇ જાય.

આ દિશામાં સરકારે તો સ્વચ્છ ભારત અભિયાન છેડયું જ છે પરંતુ ફેણી ત્રિવેદીએ પણ બાયોડિગ્રેડેબલ વેસ્ટ મેનેજમેન્ટ કરી વાતાવરણને શુદ્ધ કરવાનું શરૃ કર્યું છે. મૂળ આંધ્રેપ્રદેશના પરંતુ ગુજરાતમાં જ જન્મેલા અને અહીં જ લગ્ન કરીને સ્થાઇ થયેલાં ફેણીએ એમબીએ કરી સારી પોઝીશન પર જોેબ કરી. લગ્ન, જોબ, બાળક બધું સારી રીતે સેટ થઇ ગયું હતું.

પરંતુ એકાએક આઠ વર્ષની કારકિર્દી છોડી બાયોડિગ્રેબલ વેસ્ટ મેનેજમેન્ટ પર કામ કરવાનું નક્કી કર્યું. તેથી પરિવારમાં જાણે ત્સુનામી આવી હોય એવું વાતાવરણ સર્જાઇ ગયું. તેમની જગ્યાએ આપણે હોઇએ તો આપણી સ્થિતિ પણ કંઇ કમ ન હોત. અચાનક ફેણીમાં આવેલા પરિવર્તન અંગે તે કહે છે, 'ઇન્ટર્નશીપ કરતાં છોકરાએ ક્લાઇમેન્ટ ચેઇન્જ થવામાં કચરાની ભૂમિકા મહત્ત્વની છે. એના પર પ્રોજેક્ટ બનાવ્યો હતો. તેની પાસે ઠોસ આધાર હતો.

જે મારામાં આવેલા પરિવર્તન પાછળ કારણભૂત બન્યો. મેં જોબ છોડી ઝીરો વેસ્ટની દિશામાં કામ કરવાનું નક્કી કર્યું. આ વિષય મારા માટે નવો હતો તેથી સોલિટ વેસ્ટ મેનેજમેન્ટમાં કામ કરતા ડૉ. સુનિલ ડાબકે પાસેથી ગાઇડન્સ લીધા બાદ સ્કૂલો, કોલેજો, કેન્ટિંગ, સોસાયટીમાં સેમિનાર દ્વારા ભીના અને સૂકા કચરાને શા માટે અલગ રાખવો જોઇએ. ભીનો કચરો અલગ રાખીને કેવી રીતે એમાંથી ખાતર બનાવી શકાય અને સૂકા કચરાને રિસાઇકલ કરવાથી શું મળે. તથા 'મારો કચરો મારી જવાબદારીદ એ અંગેની સમજ આપવાનું શરૃ કર્યું.'

ફિલ્મ જોવાનો શોખ ધરાવનાર ફેણીનું માનવું છે કે, 'વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવામાં કચરાનો બહુ મોટો ફાળો છે. આપણે જે વધેલો ખોરાક કચરામાં નાંખીએ છીએ. તેને ૨૪ કલાકમાં ટ્રિટ કરવામાં ન આવે તો તેમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. જે આપણે હેલ્થ માટે નુકસાન કારક છે.

આ ગેસનું વધુ પ્રમાણ વાતાવરણમાં ફેલાતા ગ્લોબલ ટેમ્પરેચર વધી જાય છે. તેથી શિયાળામાં વધુ પડતી ઠંડી અને ઉનાળામાં અસહ્ય ગરમી પડે છે. તેનાથી બરફ ઓગળવા લાગે છે અ્ને પુર આવે છે. આ બધા પાછળ આપણે પોતે જવાબદાર છીએ. જો આપણે બધા ભીના અને સૂકા કચરાને અલગ પાડીએ અને આપણા ત્યાં કચરો લેવા

આવતા સફાઇ કામદારને પણ આ વાત સમજાવી તેને બંને કચરો અલગ રાખવા અંગે કડક સૂચના આપીએ તો કચરાને રિસાઇકલ કરવાનું સરળ થઇ જાય. પરંતુ આપણે ભીના અને સૂકા કચરાને એવો ભેગો કરીને આપીએ છીએ કે તેમના માટે તેને અલગ પાડવું મુશ્કેલ બની જાય છે. પરિણામે કચરો રિસાઇકલ ન થતાં પીરાણામાં તેના ઢગલા પર્વતમાં પરિણમતા જાય છે. જે એક દિવસ આપણા માટે શ્વાસ લેવામાં મુશ્કેલી પેદા કરી દેશે.'

પાંચ વર્ષથી આ ક્ષેત્રમાં કાર્ય કરનાર ફેણીને લોકો પોતાની જવાબદારી સમજતા ન હોવાથી ઘણી તકલીફો પડી રહી છે. તેમ છતાં 'ગુજરાત ઇનોવેશન સોસાયટી તરફથી ઇનોવેટર એવોર્ડ, સેન્ટર ગર્વમેન્ટ ઇન્ડિયા- 'વુમન ટ્રાન્સફોમિંગ ઇન્ડિયા' નો એવોર્ડ મેળવી ચૂક્યા છે.

સ્વિડન જેવા દેશો તો કચરાને ઇમ્પોર્ટ કરી તેમાંથી ખાતર બનાવે છે. જો આપણે બધા ભીના અને સૂકા કચરાને અલગ કરતાં થઇ જઇએ તો આપણો કચરો વિદેશમાં વેચીને તેમાંથી લાખો રૃપિયા કમાઇ શકીએ છીએ.  ફેણી, લો-ગાર્ડન

Post Comments