Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અહિંસા માટેનો દરેકનો દ્રષ્ટિકોણ અલગ છે તેની ચોક્કસ તુલના અયોગ્ય

વિદ્યાપીઠ ખાતે  આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર તથા રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્ટિફિક સિક્રેટ ફ્રોમ ઇન્ડિયન ઓરિએન્ટલ સ્ક્રિપ્ચર્સના ઉપક્રમે ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન વિજ્ઞાાન અંગેની ચાર દિવસીય કાર્યશાળાનો પ્રારંભ થયો
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આં.જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર તથા રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્ટિફિક સિક્રેટ ફ્રોમ ઇન્ડિયન ઓરિએન્ટલ સ્ક્રિપ્ચર્સના ઉપક્રમે ડૉ. પૂર્ણિમાબહેન મહેતા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન વિજ્ઞાાન અંગેની ચાર દિવસની કાર્યશાળાનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ દરમિયાન વક્તા તરીકે  જૈન વિજ્ઞાાની પ.પૂ. આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજી મહારાજની ખાસ હાજરી રહી હતી આ ચાર દિવસની કાર્યશાળામાં  મહારાજસાહેબ દ્વારા ગાંધીજીની દ્રષ્ટિએ અહિંસા અને પ્રાચીન વિજ્ઞાાન, ભારતીય આહાર પદ્ધતિ અને તેનું વૈજ્ઞાાનિક મહત્વ, મંત્ર વિજ્ઞાાન  અને ધ્વનિશાસ્ત્ર તેમજ ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીત ચિકિત્સા આમ ચાર મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમના પહેલા દિવસે  પદ્મશ્રી કુમારપાળ દેસાઇ, ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઇ શાહ, સંજયભાઇ કોઠારી, પ્રો.મહેબુબભાઇ દેસાઇ  તેમજ કમલેશભાઇ પટેલ હાજર રહ્યા હતા. સેવાની સંસ્થા સાથેનું કનેક્શન ધરાવનાર સંજયભાઇ કોઠારી એ સભાને સંબોધતા કહ્યંુ કે પ્રાચીન સાહિત્ય વિશે આજની જનરેશનને  આજે અનેક પ્રશ્નો ઉદ્ભવે છે અને તેમના આ સાહિત્યમાં શ્રધ્ધા વધારવા આ પ્રાચીન સાહિત્યના મુદ્દાઓને લેબોરેટરીકલ ટેસ્ટ દ્વારા સાબિત કરવામાં આવે છે. મહારાજસાહેબને સંબોધીને તેમણે કહ્યું કે, પીઆરએલ, ઇસરોના વૈજ્ઞાાનિકોની હાજરીમાં માત્ર દસ ધોરણ ભણેલા મહારાજસાહેબે સતત વિજ્ઞાાનનો અભ્યાસ કર્યો અને ૨૫ વર્ષના ખેડાણના બીજરૃપે મુંબઇના આઇજીએફના કાર્યાલયમાં ભારતીય વૈજ્ઞાાનિક શોધ સંસ્થાન ચાલુ કરી. પદ્મશ્રી  કુમારપાળ દેસાઇએ વ્યક્તવ્યની શરૃઆત કરતા કહ્યું કે પ્રાચીન સાહિત્ય માટે વપરાતો શબ્દ પ્રાચીનને શાશ્વત, સનાતન,હંમેશન, સાતત્યપૂર્ણ પ્રવાહ કહો પરંતુ પ્રાચીન ન કહો. આજે પતંજલી એ દરેક ઔષધીને એક દમ આધુનિક રીતે દર્શાવ્યું છે શું તમે તેને પ્રાચીન કહેશો. તેવી જ રીતે સંસ્કૃતિ પણ પ્રાચીન થતી નથી. તેવી જ રીતે યોગ પણ અત્યારે પુનઃજીવીત થયો છે. અહિંસા માટેના બધાના અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે. તેથી દરેકે તેમની દ્રષ્ટિ પ્રમાણે તેમની વાત કરી છે. તેથી તેમની તુલના કરવાનું છોડી દો. ગાંધીજી, નેલ્સન મંડેલા તેમજ મહાવીરની અહિંસા વિશેના હેતુ અલગ અલગ છે. અહિંસા અને અપરિગ્રહમાં જો અપરિગ્રહ ન હોય તો અહિંસા ન આવી હોત. આજે કોઇ વ્યક્તિ કે સમાજ અલગ અલગ જગ્યાએ કરોડો રૃપિયાનો ખર્ચો કરે છે. એ કોઇ વિશિષ્ઠ વૈજ્ઞાાનિકની લેબોરેટરી સ્થાપવાનું વિચારતો નથી કે સાયન્સ અને જૈનિઝમને ભેગા કરતો નથી આથી જ કહું છું કે જે વિજ્ઞાાન ને પોષતો નથી તે તેનું અજ્ઞાાન છતું કરે છે.
આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજીએ કહ્યું કે જૈન ધર્મમાં અહિંસા બહુ જ સૂક્ષ્મ રૃપે બતાવી છે જ્યારે ગાંધીજીની અહિંસા બહુ સ્થૂળ કક્ષાની હતી. અલબત્ત, શ્રાવકોની અહિંસા પણ સ્થૂળ છે. જૈન ધર્મમાં અહિંસા પણ અથાત્ પહેલું પ્રાણાતિપાત વિરમય વ્રત મુખ્ય છે. બાકીના બધા વ્રતો તેની પુષ્ટિ માટે છે. અસત્ય, ચોરી, અનાચાર અને પરિગ્રહ/ અહિંસા જ છે, ગાંધીજીએ અહિંસા અને અપરિગ્રહનો સ્વાતંત્ર્ય સંગ્રામના હથિયાર તરીકે ઉપયોગ કરેલો. તેમના આ આંદોલનથી બ્રિટિશ સરકાર ચોંકી ઊઠી હતી. અહિંસા, સત્ય અને પરિગ્રહમાં કેવી તાકાત છે તેનો સરકારને અને લોકોને પરિચય કરાવ્યો હતો.  તેઓએ વધુમાં કહ્યું કે આજથી લગભગ ૯૫ વર્ષ પહેલાં ગાંધીજી અહિંસાનો પ્રયોગ કરેલો ત્યારે કેટલાક જૈનાચાર્યોએ વિરોધ કરેલો તો અન્ય દીર્ઘદ્રષ્ટા આચાર્યો  મૌન રહેલા પરંતુ જૈન શ્રૈષ્ઠીઓએ તો તન, મન, ધનથી સંપૂર્ણ સહયોગ આપેલ, ઇતિહાસ તેનું સાક્ષી છે. આ કાર્યશાળા ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ચાર દિવસ ચાલશે જેમાં અનેક જાણીતા લોકો અને જૈન મુનિઓ દ્વારા વક્તવ્ય અપાશે.
 

Post Comments