Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાત્રજની અરવિંદ મીલમાં કામદારનું અકસ્માતે મોત

- મશીન પર કામ કરતી વખતે પડી જવાથી ઇજાઓને લીધે સ્થળ પર જ મોત થયું હતું

કલોલ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ખાત્રજ પાસે આવેલી અરવિંદ મીલમાં અકસ્માતે પડી જવાથી માથાના ભાગે ઇજાઓ થતા કામદારનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સાંતેજ પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૃ કરી છે.

ખાત્રજ પાસે આવેલી અરવિંદ મીલમાં અકસ્માતે કામદારનું મોત નીપજતા કંપની કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. ગઇકાલે રાત્રે લાલાભાઇ કનુભાઇ પગી (ઉ.વ.૩૫) મશીન પર કામ કરી રહ્યો હતો તે વખતે અકસ્માતે પડી જતા તેને માથામાં ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સાંતેજ પોલીસે કામદારની  લાશને પોસ્ટ મોર્ટમ માટે કલોલના સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આ ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી હતી.

મૃતકના પરીવારજનોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવતા તેઓ પણ સીએચસીમાં દોડી આવ્યા હતા. પ્રથમ તો પરીવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે ત્યાર બાદ સજાવટથી પરીવારજનોએ લાશનો કબ્જો સ્વીકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે કલોલ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ અને મીલોમાં કામદારોને સેફટીના સાધનો આપવામાં નહીં આવતા હોવાથી ઘણા વખત કામદારો અકસ્માતનો ભોગ બનતા હોય છે. તો કેટલાક કિસ્સામાં કામદારોના મોત પણ નીપજતા હોય છે તે ઘણી જ ગંભીર બાબત છે.

Post Comments